Western Times News

Gujarati News

જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખને ધમકી આપ્યાની રાવ

પ્રતિકાત્મક

દાહોદ, દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વાઘેલા જિલ્લા પંચાયતના સભ્ય શિતલકુમારી વાઘેલાને જાનથી મારી નાંખવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બલેન્ડીયા ગામના ગ્રામજનોએ પીવાના પાણીના પાણીનું ટેન્કર મળે તે માટે ગ્રાન્ટની માગણી કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૯/ર૦માં ઝાલોદના ધારાસભ્યે ટેન્કરની ફાળવણી કરી હતી અને બલેન્ડીયા ગ્રામ પંચાયતમાં પણ ફાળવેલ છે.

જે બાબતની તલાટીને પૂછપરછ કરતા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પિતા સુરેશ કિશોરીએ શીતલકુમારી વાઘેલાને ફોન કરી તું કેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલાએ ચાકલીયા પોલીસમાં લેખિત ફરિયાદ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જિલ્લા પંચાયતના સભ્ય શીતલકુમારી વાઘેલાએ આ મામલે જણાવ્યું હતું કે, બલેન્ડીયાના ગ્રામજનોએ પીવાના ટેન્કરની જરૂરિયાત માટે વાત કરતા મેં તલાટી કમ મંત્રીને પૂછપરછ કરેલ કે ધારાસભ્ય દ્વારા વર્ષ ર૦૧૯-ર૦માં ટેન્કરની ફાળવણી કરેલ હતી તે ટેન્કર કયાં છે

તો તલાટીએ જવાબ આપવામાં ગલ્લા તલ્લા કર્યા હતા ત્યારબાદ તે દિવસ બાદ પૂર્વ સરપંચના પિતા સુરેશ કિશોરીએ મને ફોન કરીને તું ટેન્કરની કેમ માહિતી માંગે છે તેમ કહી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બાબતે મેં ચાકલિયા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી છે તેમજ સરકારી ટેન્કર પૂર્વ સરપંચના પિતા પોતાના અંગત ઉપયોગ માટે વાપરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.