Jioની નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી ફ્રી થઈ જશે કોઇપણ નંબર પર લોકલ વોઇસ કોલ
નવી દિલ્હી : રિલાયન્સ જિયો ફરી એકવાર વોઇસ કોલ્સને બિલકુલ ફ્રી કરવા જઈ રહ્યું છે. જિયો સબ્સક્રાઇબર્સ 1 જાન્યુઆરી 2021થી પોતાના ફોનથી ફ્રી માં વોઇસ કોલ કરી શકશે. આ રીતે સર્વિસેસ પર ઇન્ટરકનેક્ટ યુસેજ ચાર્જ ખતમ થઈ ગયા છે. રિલાયન્સ જિયોએ ગુરુવારે આ વાતની જાણકારી આપી છે. કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે ઓફ નેટ ડોમેસ્ટિક કોલ્સને સાવ ફ્રી કરવાની પ્રતિબદ્ધતાનું સન્માન કરવામાં આવશે.
આઈયૂસી ચાર્જ ખતમ થયા પછી ડોમેસ્ટિક વોઇસ કોલ્સ ફ્રી કરી દેવામાં આવશે. 1 જાન્યુઆરી 2021થી ફરી બધા કોલ્સ ફ્રી કરી દેવામાં આવશે. જિયોને લઇને આ સમાચાર પછી બીજી ટેલિકોમ કંપની ભારતીય એરટેલના શેર્સમાં 2 ટકાથી વધારેની ગિરાવટ જોવા મળી રહી છે.
આ જાહેરાત પછી હવે નવા વર્ષથી કોઈપણ નેટવર્ક પણ કોલ કરવા માટે જિયો ગ્રાહકોએ પૈસા આપવા પડશે નહીં. આ સુવિધા દેશભરમાં કોઈપણ વિસ્તારમાં લાગુ પડશે. વર્તમાનમાં આઈયૂસી વ્યવસ્થાના કારણે ગ્રાહકોને ઓફ નેટ વોઇસ કોલ માટે પૈસા ખર્ચ કરવા પડે છે.
સપ્ટેમ્બર 2019માં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (TRAI)મોબાઇલ ટૂ મોબાઈલ કોલ્સ માટે આઈયૂસીને જાન્યુઆરી 2020ના આગળ સુધી વધારવા માટે કહ્યું હતું. આ પછી જિયોએ પોતાના ગ્રાહકો પાસેથી ઓફ-નેટ-વોઇસ કોલ માટે ચાર્જ કરવાનો શરૂ કર્યો હતો. જોકે જિયો દ્વારા વસુલવામાં આવતો આ ચાર્જ આઈયૂસી ચાર્જના બરાબર જ હતો.