Western Times News

Gujarati News

જિયો ટ્રૂ 5G દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં કવરેજ પૂરું પાડનાર પહેલું નેટવર્ક

– દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા, ગાઝિયાબાદ, ફરિદાબાદ અને એનસીઆઇરના અન્ય મહત્વના લોકેશન્સ પર જિયો ટ્રૂ 5G ઉપલબ્ધ

– 1 Gbps+ સુધીની સ્પીડ સાથે જિયોના ગ્રાહકો અનલિમિટેડ 5G ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે

મુંબઈ, જિયો હવે દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને અન્ય મુખ્ય લોકેશન્સ સહિત સમગ્ર દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ટ્રૂ-5G સેવાઓ પ્રદાન કરનાર એકમાત્ર ઓપરેટર છે. જિયો આ ભૌગોલિક વિસ્તારોના મુખ્ય લોકેશન્સને આવરી લે તેવા સૌથી અદ્યતન ટ્રુ-5G નેટવર્કને ઝડપી ગતિએ ગ્રાહકો લાવી રહ્યું છે.

આ પરિવર્તનકારી નેટવર્ક તમામ મહત્વના લોકેશન્સ અને વિસ્તારોમાં ઉપલબ્ધ રહેવા ઉપરાંત નીચે દર્શાવેલા લોકેશન્સને પણ આવરી લેશેઃ

• મોટાભાગના રહેણાંક વિસ્તારો

• હોસ્પિટલો

• શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ

• સરકારી ઈમારતો

• હાઇ સ્ટ્રીટ્સ

• મોલ્સ અને બજારો

• પર્યટન સ્થળો અને હોટેલો જેવા વધુ ફૂટફોલ્સ ધરાવતાં વિસ્તારો

• ટેક-પાર્ક્સ

• રોડ, હાઈવે અને મેટ્રો

આ પ્રસંગે ટિપ્પણી કરતાં જિયોના પ્રવક્તાએ જણાવ્યું કે, “રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆરમાં બહુમતી વિસ્તારોને આવરી લેવા એ અમારા માટે ગર્વની વાત છે. જિયો તેની ટ્રુ-5જી પહોંચને ઝડપી ગતિએ વિસ્તારી રહ્યું છે અને આ ક્ષેત્રમાં આયોજિત ટ્રુ-5જી નેટવર્કનો મોટો હિસ્સો પહેલેથી જ લોકો સમક્ષ રજૂ કરી ચૂક્યા છે.

ટ્રુ-5જી સેવાઓ સાથે સમગ્ર દિલ્હી-એનસીઆર પ્રદેશમાં હાજર રહેનાર જિયો એકમાત્ર ઓપરેટર છે. જિયોના એન્જિનિયરો દરેક ભારતીય સુધી ટ્રૂ-5G પહોંચાડવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે તેનું કારણ આ ટેક્નોલોજીની પરિવર્તનશીલ શક્તિ અને આ શક્તિ દરેક નાગરિક સુધી પહોંચાડવાથી થનારા તેના અભૂતપૂર્વ ફાયદા છે.”

દિલ્હી-એનસીઆરમાં લાખો જિયો વપરાશકર્તાઓ પહેલેથી જ જિયો વેલકમ ઑફરનો આનંદ લઈ રહ્યાં છે, જેમાં તેઓ કોઈ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સ્પીડ પર અનલિમિટેડ ડેટાનો અનુભવ કરે છે, તે આના કારણે શક્ય છે:

1. 4G નેટવર્ક પર ઝીરો ડિપેન્ડન્સી સાથે સ્ટેન્ડ-અલોન 5G આર્કિટેક્ચર.

2. 700 MHz, 3500 MHz અને 26 GHz બેન્ડમાં 5G સ્પેક્ટ્રમનું સૌથી મોટું અને શ્રેષ્ઠ મિશ્રણ.

3. કેરિયર એગ્રીગેશન કે જે કેરિયર એગ્રીગેશન નામની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ 5G ફ્રિક્વન્સીઝને એકીકૃત કરી એક મજબૂત “ડેટા હાઇવે”માં જોડે છે.

કોઈ વધારાના ખર્ચ વિના 1 Gbps+ સુધીની ઝડપે અનલિમિટેડ ડેટાનો અનુભવ કરવા માટે દિલ્હી-એનસીઆરમાં વધુ જિયો વપરાશકર્તાઓને જિયો વેલકમ ઑફર માટે આમંત્રિત કરવાનું ચાલુ રાખવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.