Western Times News

Gujarati News

જિયો ફાયનાન્સિયલ અને બ્લેકરોક ભારતના એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં પ્રવેશવા સંયુક્ત સાહસ રચવા સંમત

ભારતમાં લાખો રોકાણકારો સુધી કિફાયતી, નવીનતમ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ પહોંચાડવા માટે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસના જ્ઞાન તથા સંસાધનો તેમજ બ્લેકરોકના વ્યાપ અને રોકાણની કુશળતાનો જિયો બ્લેકરોક સમન્વય કરે છે
ભાગીદારીનો હેતુ ભારતના એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગને ડિજિટલ-ફર્સ્ટ ઓફરિંગ દ્વારા પરિવર્તન કરવાનો અને ભારતમાં રોકાણકારો માટે ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સની પહોંચને સુલભ બનાવવાનો છે.

મુંબઈ, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ (જેએફએસ) અને બ્લેકરોક [એનવાયએસઇ: બીએલકે] એ આજે જિયો બ્લેકરોક સંયુક્ત સાહસ રચવા માટે સંમત થયાની જાહેરાત કરી છે. સરખા હિસ્સે (50:50 ટકાની) ભાગીદારી ધરાવતું આ સંયુક્ત ટેક્નોલોજીના માધ્યમથી કિફાયતી, નવીનતમ રોકાણ સોલ્યુશન્સ ભારતમાં લાખો રોકાણકારો સુધી પહોંચાડવા માટે બ્લેકરોક અને જેએફએસની પરસ્પરની શક્તિઓ અને વિશ્વસનીય બ્રાન્ડ્સનું સંયોજન કરી રહ્યું છે.

બ્લેકરોકના રોકાણ વ્યવસ્થાપન, જોખમ વ્યવસ્થાપન, ઉત્પાદનોની શ્રેષ્ઠતા, ટેક્નોલોજીનો ઉપયોગ, કામગીરી, વ્યાપ અને બજારની બૌદ્ધિક મૂડીના ઉપયોગની ઊંડી કુશળતા અને પ્રતિભા જિયો બ્લેકરોક લાવી રહ્યું છે, જ્યારે જેએફએસ સ્થાનિક બજારનું જ્ઞાન, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાઓ અને મજબૂત અમલીકરણની ક્ષમતાઓનું યોગદાન આપશે.

સાથે મળીને, આ ભાગીદારી સ્કોપ, વ્યાપ અને સંસાધનોના અનન્ય સંયોજન સાથે ભારતના બજારમાં એક નવા ખેલાડીને રજૂ કરશે.  આ સંયુક્ત સાહસમાં જેએફએસ અને બ્લેકરોક બંને US$150 મિલિયનના પ્રારંભિક રોકાણનું લક્ષ્ય રાખી રહ્યા છે.

બ્લેકરોકના ચેર અને એપીએસીના હેડ રશેલ લોર્ડે કહ્યું કે: “ભારત એક ખૂબ જ મહત્વપૂર્ણ વિશાળ તક રજૂ કરે છે. સમગ્ર ઉદ્યોગમાં વધતી સમૃદ્ધિ, અનુકૂળ વસ્તીવિષયક અને ડિજિટલ પરિવર્તનનું કન્વર્જન્સ બજારને અવિશ્વસનીય રીતે આકાર આપી રહ્યું છે.

અમે ભારતના એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા અને નાણાકીય ક્ષેત્રના ભવિષ્યમાં પરિવર્તન લાવવા માટે જેએફએસ સાથે ભાગીદારી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. જિયો બ્લેકરોક ભારતમાં લાખો રોકાણકારોના હાથમાં અમારી બંને કંપનીઓની સંયુક્ત તાકાત અને ક્ષમતાને પહોંચાડશે.”

આ કરાર અંગે બોલતા જેએફએસના પ્રેસિડેન્ટ અને સીઇઓ શ્રી હિતેશ સેઠિયાએ કહ્યું કે: “જેએફએસ અને બ્લેકરોક વચ્ચેની આ એક આકર્ષક ભાગીદારી છે, જે વૈશ્વિક સ્તરે સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં સ્થાન ધરાવે છે. આ ભાગીદારી બ્લેકરોકની રોકાણ અને જોખમ વ્યવસ્થાપનમાં ઊંડી કુશળતાનો લાભ ઉઠાવશે અને ટેકનોલોજીની ક્ષમતા તથા જેએફએસની માર્કેટની ઊંડી સમજ થકી ઉત્પાદનોની ડિજિટલ ડિલિવરીને આગળ ધપાવશે.

જિયો બ્લેકરોક નાણાકીય રોકાણ સોલ્યુશન્સનું લોકશાહીકરણ કરવાના અને દરેક ભારતીયના ઘરના દરવાજા સુધી નાણાકીય સુખાકારી પહોંચાડવાના વિઝનની સાથે ખરેખર પરિવર્તનશીલ, ગ્રાહક કેન્દ્રિત અને ડિજિટલ-પ્રથમ એન્ટરપ્રાઇઝ હશે. ”

આ સંયુક્ત સાહસ નિયમનકારી અને વૈધાનિક મંજૂરીઓ મળ્યા બાદ કામગીરી શરૂ કરશે. કંપનીની પોતાની મેનેજમેન્ટ ટીમ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.