Western Times News

Gujarati News

જિયો ઇન્સ્ટિટ્યૂટે યુએસ-સ્થિત પ્રિન્સિપાલ્સ ટ્રેનિંગ સેન્ટર (PTC) સાથે સહયોગ કર્યો

LEAD helps small town students score big in CBSE Class 10 exams.

પોતાના એક અનોખા કાર્યક્રમ ‘ક્રિએટિંગ એન ઇફેક્ટિવ સ્કૂલ’ના લોન્ચિંગની સાથે, શાળામાં પરિવર્તન માટે નેતૃત્વની પુનઃકલ્પના કરવા તાલીમ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી સાથે એક નવતર ભાગીદારી

બાળમંદિરથી ધોરણ-12 સુધીના શિક્ષકો અને આગેવાનો માટે ભારતમાં પહેલીવાર તાલીમ કાર્યક્રમની પ્રસ્તુતિ

મુંબઈ, જિયો ઇન્સ્ટિટ્યૂટે અમેરિકાના ફ્લોરિડામાં મુખ્ય મથક ધરાવતા પ્રિન્સિપાલ્સ ટ્રેનિંગ સેન્ટર (પી.ટી.સી.) સાથે સહભાગિતા કરી છે, જેથી શિક્ષકો અને શાળા અગ્રણીઓ માટે તેના અનન્ય રીતે ડિઝાઈન કરાયેલા તાલીમ કાર્યક્રમોને ભારતમાં લાવી શકાય.  Jio Institute collaborates with US-based Principals’ Training Center (PTC) to offer world-class training programs

પી.ટી.સી. એ વિશ્વભરની વર્તમાન તથા ભવિષ્યના શાળાના આચાર્યો, શિક્ષકો, વિભાગીય વડા, પરામર્શકો તથા બોર્ડ સભ્યોનીઅનન્ય વ્યાવસાયિક શૈક્ષણિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરનારી અગ્રણી કંપની છે. તે વિશ્વ-કક્ષાની, સંશોધન-આધારિત, વ્યવહારુ તાલીમ પૂરી પાડે છે, જેને બાળમંદિરથી લઈ ધોરણ-12ની શાળાઓમાં ઉપયોગમાં લેવા માટે ડિઝાઈન કરાઈ છે.

‘ક્રિએટિંગ એન ઇફેક્ટિવ સ્કૂલ’© એ ભારતમાં શરૂ કરાયેલો પ્રથમ પી.ટી.સી. કાર્યક્રમ છે. તે શાળા અગ્રણીઓ માટે જ્ઞાન અને કૌશલ્ય પ્રસ્તુત કરે છે, જેથી વિદ્યાર્થીઓના શિક્ષણ અને પરિણામો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી અસરકારક શાળા માટેની યોજનાની ડિઝાઈન બનાવીને તેના અમલીકરણ માટેનું વિઝન રચી શકાય.

અત્યારે શાળાઓ શું છે અને કેવી રીતે લીડર્સ પરિણામો પર ધ્યાન આપી પરિસ્થિતિઓનો સર્વોત્તમ ઉપયોગ કરી પ્રશિક્ષણને ઉચ્ચતમ સ્તરે લઇ જઈ શકે તે માટેનાં ‘બિગ પિક્ચર’ને સંબોધિત કરે છે. તમામ પી.ટી.સી. અભ્યાસક્રમો સિમ્યુલેશન, કેસ સ્ટડીઝ અને અન્ય પ્રેક્ટિકલ ટ્રેનિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે. આ અભ્યાસક્રમની સામગ્રી ભારતીય સંદર્ભની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરાઈ છે.

“જિયો ઇન્સ્ટિટ્યૂટ અને પ્રિન્સિપાલ્સ ટ્રેનિંગ સેન્ટર વચ્ચેનો સહયોગ એ અમારી સ્કૂલોમાં નવતર શૈક્ષણિક પ્રથાઓ અને તાલીમની પ્રસ્તુતિ માટેનું એક શક્તિશાળી જોડાણ છે, જે અમારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનો માર્ગ પ્રશસ્ત કરી શકે છે,”

તેમ જિયો ઇન્સ્ટિટ્યૂટના પ્રોવોસ્ટ ડો. જી રવિચંદ્રને જણાવ્યું હતું. “પી.ટી.સી. સાથેની અમારી ભાગીદારી વર્લ્ડ-ક્લાસ શિક્ષણ પૂરું પાડવા માટેની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે જે વિશ્વની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ છે,” તેમ તેમણે ઉમેર્યું હતું.

“અમે જિયો ઇન્સ્ટિટ્યૂટ સાથે સહયોગ કરીને ભારતમાં સૌપ્રથમ પ્રોગ્રામ ‘ક્રિએટિંગ એન ઇફેક્ટિવ સ્કૂલ’ની પ્રસ્તુતિ માટે રોમાંચિત છીએ,” તેમ પ્રિન્સિપાલ ટ્રેનિંગ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બમ્બી બેટ્સે જણાવ્યું હતું. “નોંધપાત્ર સંશોધન એ વાતની પુષ્ટિ કરે છે કે શાળા અગ્રણીઓની વિદ્યાર્થીઓના શિક્ષણ પર અર્થપૂર્ણ અસર હોઈ શકે છે. દરેક શાળા આગેવાન અસર પેદા કરવા માટે કૌશલ્ય પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવું એ હવે પછીનું રસપ્રદ કાર્ય છે.”

‘ક્રિએટિંગ એન ઇફેક્ટિવ સ્કૂલ’ અંગેનો કોર્સ તમામ શૈક્ષણિક બોર્ડ અને શાળા- ઈન્ટરનેશનલ શાળા, સી.બી.એસ.ઈ. શાળા, આઇસીએસઈ શાળા અને રાજ્ય શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન શાળાના શિક્ષકો અને આગેવાનો માટે ખુલ્લો છે. આ પ્રોગ્રામ 22 મેથી 28 મે 2023 (સોમવારથી રવિવાર) દરમિયાન ઓફર કરાશે.

ઉલ્વે (નવી મુંબઈ)માં જિયો ઇન્સ્ટિટ્યૂટના કેમ્પસ ખાતે તે 7-દિવસનો રેસિડેન્શિયલ પ્રોગ્રામ રહેશે. મેરિટના આધારે ચુનંદા ઉમેદવારોને શિષ્યવૃત્તિ અપાશે.

પી.ટી.સી.નું ઇન્ટરનેશનલ શાળા લીડરશીપ પ્રમાણપત્ર ચાર ‘એસેન્શિયલ સ્કિલ્સ’ કોર્સ પૂર્ણ કરવા પર પ્રાપ્ત થાય છે. તેઓ અસરકારક શાળા; લીડરશીપ અને ટીમ ડાયનેમિક્સ; ઇન્સ્ટ્રક્શનલ સુપરવિઝન એન્ડ ઇવેલ્યૂશન; કરિક્યૂલમ લીડરશીપ; એસેસમેન્ટ લીડરશીપ; અને ટેકનોલોજી લીડરશીપ સહિતનાની રચના કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે, વિશ્વભરના 8000થી વધુ કેળવણીકારો અને શાળા અગ્રણીઓએ પી.ટી.સી. અભ્યાસક્રમોનો લાભ લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.