જિયોએ નવા અનલિમિટેડ પ્લાન્સ લોન્ચ કર્યા
– ભારતનું શ્રેષ્ઠ નેટવર્ક જિયો તેના વપરાશકર્તાઓને શ્રેષ્ઠ પ્લાન્સ અને શ્રેષ્ઠ અનુભવ પૂરા પાડવાનું જારી રાખે છે
O જિયોના ગ્રાહકો તેના મહત્વના પ્લાન્સ પર સમગ્ર ભારતમાં ખરેખર અનલિમિટેડ 5G ડેટાનો આનંદ માણી રહ્યા છે
o જિયોભારત/જિયોફોનના વેલ્યૂ પ્રપોઝીશનમાં કોઈ ફેરફાર નહીં થાય અને તે ઇન્ડસ્ટ્રી બેસ્ટ રહેશે
– જિયો નવી યોજનાઓ દ્વારા ગ્રાહકને પ્રથમ સ્થાને રાખવાની પ્રતિબદ્ધતાની કાળજી રાખે છે અને તેની પુનઃપુષ્ટિ કરે છે
– નવા પ્લાન 3જી જુલાઈ 2024થી ઉપલબ્ધ થશે
મુંબઈ 27 જૂન 2024: જ્યાં દરેક ભારતીયને ખરા અર્થમાં ડિજિટલ લાઇફ થકી સશક્ત કરવામાં આવે અને ભારત એક પ્રીમિયર ડિજિટલ સોસાયટીમાં પરિવર્તિત થાય ત્યાં સસ્ટેનેબલ ટેલિકોમ ઉદ્યોગને મજબૂત કરવાની તેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા જિયોએ આજેતેના નવા અનલિમિટેડ પ્લાન્સની જાહેરાત કરી હતી.
વૈશ્વિક સ્તરે અત્યંત પોસાય તેવા ભાવે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સેવાઓ પૂરી પાડવાના તેના વચનને જાળવી રાખવાથી જિયોના ગ્રાહકોને સૌથી વધુ લાભ મળવાનું જારી રહે છે.
જિયો ટ્રૂ 5G સાથે – વિશ્વમાં આટલા વિશાળ સ્તરે અત્યાર સુધીના સૌથી ઝડપી 5G પ્રારંભ સાથે ભારત હવે 5Gમાં સમગ્ર વિશ્વમાં આગળ છે. ભારતમાં કાર્યરત કુલ 5G સેલમાંથી લગભગ 85% જિયોના છે. ભારતના એકમાત્ર સ્ટેન્ડ-અલોન ટ્રુ 5G નેટવર્ક સાથે જિયો તેના ગ્રાહકોને કોઈપણ વધારાના ખર્ચ વિના તેના મહત્વના પ્લાન્સ પર ખરેખર અનલિમિટેડ 5G ડેટા સાથે શ્રેષ્ઠ 5G અનુભવ પૂરો પાડવાનું જારી રાખે છે.
આજે પણ ભારતમાં 250 મિલિયન ફીચર ફોન વપરાશકર્તાઓ 2G યુગમાં ફસાયેલા છે અને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરવામાં અસમર્થ છે.
આ વપરાશકર્તાઓને ડિજિટલ લાઇફ સાથે સશક્ત બનાવવા માટે 4G-સક્ષમ જિયોભારત/જિયોફોન રજૂ કરવામાં આવ્યા હતા. જિયોભારત/જિયોફોન ગ્રાહકો માટે વર્તમાન ટેરિફ જારી રહેશે.
આ પ્રસંગે બોલતાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન શ્રી આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “5G અને એઆઇ ટેક્નોલોજીમાં રોકાણ દ્વારા આ ઉદ્યોગની નવીનતાઓને આગળ લઈ જવા અને ટકાઉ વૃદ્ધિને આગળ ધપાવવાની દિશામાં નવા પ્લાન્સની રજૂઆત એક પગલું છે.
સર્વવ્યાપક, ઉચ્ચ-ગુણવત્તાવાળું, સસ્તું ઈન્ટરનેટ એ ડિજિટલ ઈન્ડિયાની કરોડરજ્જુ છે અને જિયો તેમાં યોગદાન આપવા બદલ ગર્વ અનુભવે છે. જિયો હંમેશા આપણા દેશ અને ગ્રાહકોને પ્રથમ સ્થાને રાખશે અને ભારત માટે રોકાણ કરવાનું જારી રાખશે.”
ટેરિફ ટેબલ (પોપ્યૂલર પ્લાન્સ):
Note:
– Unlimited 5G data will be available on all 2GB/day and above plans
– The new plans will be made effective on 3rd July 2024 and can be opted from all existing touchpoints and channels.
NEW SERVICES:
Building on Jio’s core principle of leveraging the power of technology to deliver the best value and services to its users, Jio Platforms Limited is introducing two new applications:
- JioSafe – Quantum-secure communication app for calling, messaging, file transfer and more (priced at Rs 199 per month)
- JioTranslate – AI-powered multi-lingual communication app for translating voice call, voice message, text and image (priced at Rs 99 per month).
Jio users will get both these applications (worth Rs 298/month) absolutely free for a year.
About Reliance Jio Infocomm Limited:
Reliance Jio Infocomm Limited, a subsidiary of Jio Platforms Limited, has built a world-class all-IP data-strong future-proof network using 4G LTE and 5G technologies. It is the only network conceived as a Mobile Video Network from the ground up. It is future-ready and can be easily upgraded to support even more data, as technologies advance to 6G and beyond.
Jio has brought transformational changes in the Indian digital services space to enable the vision of Digital India for 1.4 billion Indians and propel India into global leadership in the digital economy. It has created an eco-system comprising of network, devices, applications and content, service experience, and affordable tariffs for everyone to live the Jio Digital Life.