જિયો ભારત ફોન પર આજીવન મફત સાઉન્ડ-પે ફીચર લોન્ચ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/01/Jio-Sound-1024x569.jpg)
જિયોસાઉન્ડપે કોઈપણ સાઉન્ડ બોક્સની જરૂરિયાત વગર, પ્રાપ્ત થયેલી યુપીઆઇ ચુકવણીઓ માટે સાઉન્ડ એલર્ટ આપે છે
– જિયો સાઉન્ડ પે ના ઉપયોગથી નાના વેપારીઓને વાર્ષિક 1,500 રૂપિયાની બચત થશે, આટલી રકમ તેઓ હાલમાં સાઉન્ડ બોક્સ માટે ચૂકવે છે
– જિયો દરેક ભારતીય માટે તેની ‘વી કેર‘ ફિલસૂફીને વધુ મજબૂત બનાવે છે
– જિયોસાઉન્ડપેની આ પ્રજાસત્તાક દિવસે વંદે માતરમના સમકાલીન સંસ્કરણ સાથે પહેલીવાર રજૂઆત થઈ રહી છે
મુંબઈ, 24 જાન્યુઆરી 2025: દરેક ભારતીયને સશક્ત બનાવવાની જિયોની પ્રતિબદ્ધતાને રજૂ કરતાં અભૂતપૂર્વ પગલામાં કંપનીએ આજેતેના જિયોભારત ડિવાઇસ માટે એક નવી ક્રાંતિકારી સુવિધાની જાહેરાત કરી છે – તદ્દન મફત, આ ઉદ્યોગમાં પ્રથમ જિયોસાઉન્ડપે દેશભરના પાંચ કરોડ નાના વેપારીઓને સમર્પિત કરી રહ્યું છે.
આ ક્રાંતિકારી ઇનોવેશન જિયોસાઉન્ડપે દરેક યુપીઆઇ પેમેન્ટનું ત્વરિત, વિવિધ ભાષામાં બોલીને કન્ફર્મેશન આપીને નાનામાં નાના કિરાણા સ્ટોર્સ, શાકભાજીના વિક્રેતાઓ અને રસ્તાની બાજુમાં આવેલી ખાણીપીણીની દુકાનો માટે કોઈ અડચણ વગર અને વ્યવસાયિક કામગીરીને સક્ષમ કરીને વેપારીના અનુભવને બદલી નાખશે.
હાલ નાના વેપારીઓ સાઉન્ડ બોક્સ માટે દર મહિને લગભગ રૂ. 125 ચૂકવે છે. હવે જિયોસાઉન્ડપે મફતમાં આપવામાં આવતાં જિયોભારતનો ઉપયોગ કરનારા લોકો વાર્ષિક રૂ. 1,500 બચાવશે.
જિયોભારત ફોન એક વર્ષ પહેલાં લૉન્ચ કરવામાં આવ્યો હતો, તે માત્ર રૂ. 699માં ઉપલબ્ધ વિશ્વનો સૌથી સસ્તો 4G ફોન છે. આમ નવો જિયોભારત ફોન ખરીદનાર કોઈપણ વેપારી ફોનની સંપૂર્ણ કિંમત માત્ર 6 મહિનામાં વસૂલ કરી શકે છે.
આ પહેલ ડિજિટલ ઈન્ડિયા પર જિયોના અતૂટ ધ્યાન અને ભારતને ડિજિટલ સોસાયટીમાં પરિવર્તિત કરવાનું પ્રમાણપત્ર છે, તે સુનિશ્ચિત કરે છે કે ટેક્નોલોજીના લાભો આપણા રાષ્ટ્રના હૃદય સુધી પહોંચે છે – તેના મહેનતુ સાહસિકો સુધી.
ભારતના પ્રજાસત્તાકના 75 વર્ષની ઉજવણી નિમિત્તે જિયો જિયોસાઉન્ડપે ઉપર વંદે માતરમની સમકાલીન પ્રસ્તુતિઓ રજૂ કરે છે – એક આત્માપૂર્ણ શ્રદ્ધાંજલિ જે આધુનિક સંગીતના તત્વો સાથે કાલાતીત ધૂનનું અદ્દભૂત સંયોજન કરે છે. જિયો તમામ ભારતીયોને માયજિયો એપ અથવા જિયોસાવન પરથી તેમની જિયોટ્યૂન તરીકે સેટ કરીને સંગીતના અદ્દભૂત સર્જનનો અનુભવ કરવા આમંત્રણ આપે છે.
“જિયો દરેક ભારતીયને સશક્ત બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં માને છે,” તેમ જિયોના પ્રેસિડેન્ટ શ્રી સુનીલ દત્તે જણાવ્યું હતું. “જિયોભારત પર મફત જિયોસાઉન્ડપે સુવિધા અને વંદે માતરમની ભાવપૂર્ણ પ્રસ્તુતિઓ સાથે અમે ભારતીયતાની ભાવનાની ઉજવણી કરીએ છીએ અને સાચા અર્થમાં ડિજિટલ ઈન્ડિયા બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને ફરી વેગવંતી બનાવીએ છીએ.”