જિયો પ્લેટફોર્મ્સને બે પ્રતિષ્ઠિત ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ પ્રાપ્ત થયા

- નેશનલ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ-ઇન્ટરનેશનલ ડબ્લ્યૂઆઇપીઓ (વર્લ્ડ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન) ટ્રોફી
નવી દિલ્હી, 26 માર્ચ 2025: અગ્રણી ટેકનોલોજી કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે (જેપીએલ) બે મહત્વના ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ જીતવાની તેની નોંધપાત્ર સિદ્ધિની જાહેરાત કરવાની સાથે ભારતના ટેકનોલોજિકલ સાર્વભૌમત્વ અને ડિજિટલ સ્વાતંત્ર્યને આગળ વધારવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને પણ ઉજાગર કરી હતી.
નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં જિયો પ્લેટફોર્મ્સને ભારત સરકાર દ્વારા નેશનલ ઇન્ટલેચ્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી અને સાથે જ વર્લ્ડ ઇન્ટલેચ્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યૂઆઇપીઓ) દ્વારા ટેકનોલોજી અને ઇનોવેશનમાં તેની અસાધારણ શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રતિષ્ઠિત પુરસ્કારો ફક્ત જેપીએલની ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્ષેત્રે સિદ્ધિઓની જ ઉજવણી નથી કરતા, પરંતુ ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરના દૃષ્ટિકોણમાં તેના મહત્વના યોગદાન ઉપર પણ ભાર મૂકે છે.
જેપીએલની ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી માટેની વ્યૂહરચના ભારત સરકારના ‘વિકસિત ભારત 2047’ના ઉદ્દેશ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી છે, તેનો ઉદ્દેશ્ય ટેકનોલોજિકલ ઇનોવેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સ્વદેશી ટેકનોલોજિકલ ક્ષમતાઓના વિકાસ દ્વારા ભારતને વિકસિત અર્થતંત્ર બનવા તરફ આગળ ધપાવવાનો છે.
ભારત સરકાર ભારત 6G વિઝનને સાકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે જેપીએલ આ ટેકનોલોજિકલ ક્રાંતિમાં મોખરે છે.
કંપનીના મજબૂત સંશોધન અને વિકાસ, 5G અને એઆઇમાં સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગના તેના સાબિત થયેલા રેકોર્ડ સાથે, તેને ભારતની આગામી પેઢીના ટેલિકમ્યુનિકેશન પરિદૃશ્યને આકાર આપવામાં મુખ્ય યોગદાનકર્તા બનાવે છે.
કંપનીના પેટન્ટ પોર્ટફોલિયોમાં છેલ્લા ત્રણ વર્ષમાં દાખલ કરાયેલી 4,000થી વધુ ગ્લોબલ પેટન્ટ એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે, જે ભારતની ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્ષેત્રે એક પરિવર્તનશીલ છલાંગ છે.
આ પેટન્ટ્સ ટેલિકમ્યુનિકેશન્સ, ડિજિટલ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇમર્જિંગ ટેકનોલોજિકલ ફ્રન્ટિયર્સ જેવા અત્યાધુનિક ક્ષેત્રોનો સમાવેશ કરે છે, જે જેપીએલને ઇનોવેશનમાં વૈશ્વિક અગ્રણી તરીકે સ્થાન આપે છે.
જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આયુષ ભટનાગરે જેપીએલ વતી આ એવોર્ડ્સ સ્વીકારતાં જણાવ્યું હતું કે, “આ એવોર્ડ્સ વાસ્તવિક દુનિયાના પડકારોને ઉકેલવા માટે ઊંડી પ્રતિબદ્ધતા સાથે ઇનોવેશને જોડવાના અમારા અભિગમને માન્યતા પૂરી પાડે છે. અમે ફક્ત ટેકનોલોજીઓનું નિર્માણ નથી કરી રહ્યા; અમે 5G, 6G અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડિજિટલ યુગમાં રાષ્ટ્રીય વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને આગળ ધપાવી શકે તેવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યા છીએ.”