17 રાજ્યોના 50 શહેરોમાં જિયો ટ્રૂ 5Gના પ્રારંભની જાહેરાત કરતું જિયો
મોટાભાગના શહેરોમાં જિયો પ્રથમ અને એકમાત્ર 5G ઓપરેટર 184 શહેરોના જિયો વપરાશકર્તા હવે ટ્રૂ 5Gનો આનંદ માણી રહ્યા છે
– ગોવા, હરિયાણા અને પુડ્ડુચેરીમાં આજથી જિયો ટ્રૂ 5Gની શરૂઆત
– હરિયાણાના ગૃહ મંત્રી શ્રી અનિલ વીજના હસ્તે હરિયાણા સર્કલમાં જિયો ટ્રૂ 5Gનો પ્રારંભ
મુંબઈ, રિલાયન્સ જિયોએ આજે 50 શહેરોમાં તેની ટ્રુ 5જી સેવાઓના અત્યાર સુધીના સૌથી મોટા પ્રારંભની જાહેરાત કરી છે. આ સાથે 184 શહેરોમાં જિયો વપરાશકર્તાઓ હવે જિયો ટ્રૂ 5G સેવાઓનો આનંદ લઈ રહ્યા છે.
રિલાયન્સ જિયો આમાંથી મોટાભાગના શહેરોમાં 5G સેવાઓ શરૂ કરનાર પ્રથમ અને એકમાત્ર ઓપરેટર બને છે. આ શહેરોમાં જિયો વપરાશકર્તાઓને આજથી શરૂ થતા કોઈપણ વધારાના ખર્ચ વિના વન જીબીપીએસથી વધુની ઝડપે અમર્યાદિત ડેટાનો અનુભવ કરવા માટે જિયો વેલકમ ઑફર માટે આમંત્રિત કરવામાં આવશે.
આ પ્રસંગે ટિપ્પણી કરતા, જિયોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 50 વધારાના શહેરોમાં જિયો ટ્રૂ 5G સેવાઓ શરૂ કરવા બદલ રોમાંચિત છીએ. આમ, જિયો ટ્રૂ 5G સેવાઓ ધરાવતા કુલ શહેરોની સંખ્યા 184 થઈ છે. આ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં ક્યાંય પણ 5G સેવાઓના સૌથી મોટા પ્રારંભોમાંનું એક છે.
અમે સમગ્ર દેશમાં ટ્રુ 5જી રોલઆઉટની ઝડપ અને તીવ્રતા વધારી છે કારણ કે અમે ઇચ્છીએ છીએ કે દરેક જિયો વપરાશકર્તા નવા વર્ષ 2023માં જિયો ટ્રૂ 5G ટેક્નોલોજીના પરિવર્તનકારી લાભોનો આનંદ માણે. સમગ્ર રાષ્ટ્ર ડિસેમ્બર 2023 સુધીમાં જિયો ટ્રૂ 5G સેવાઓનો આનંદ માણી શકશે અને તેનો લાભ લઈ શકશે.
દરેક ક્ષેત્રને ડિજિટાઇઝ કરવાની અમારી યાત્રાને સતત મદદ કરવા બદલ અમે આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગોવા, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડ્ડુચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારોના આભારી છીએ.”
જિયો ટ્રૂ 5Gનો ત્રણ ગણો ફાયદો છે જે તેને ભારતમાં એકમાત્ર ટ્રૂ 5G નેટવર્ક બનાવે છે:
1. 4G નેટવર્ક પર શૂન્ય નિર્ભરતા સાથે સ્ટેન્ડ-અલોન 5G આર્કિટેક્ચર
2. 700 MHz, 3500 MHz, 26 GHz બેન્ડમાં 5G સ્પેક્ટ્રમનો સૌથી મોટો અને શ્રેષ્ઠ સમન્વય
3. કેરિયર એગ્રીગેશન નામની અદ્યતન ટેકનિકનો ઉપયોગ કરીને આ 5G ફ્રીક્વન્સીઝને એકીકૃત કરીને એક મજબૂત “ડેટા હાઇવે”માં જોડે છે.