Western Times News

Gujarati News

જિયોસિનેમા પેરિસ 2024 ઓલિમ્પિકનું અત્યાર સુધીનું સૌથી વ્યાપક કવરેજ આપશે

~ જિયોસિનેમા પર સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગની દુનિયામાં સર્વપ્રથમ અભૂતપૂર્વ 20-ફીડ પ્રેઝન્ટેશનમાં ખાસ ઈન્ડિયા ફીડ, મહિલા એથ્લેટ્સ ફીડનો સમાવેશ થશે ~

~ જિયોસિનેમા પર દર્શકો પેરિસ 2024ની તમામ એક્શન અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં નિઃશુલ્ક જોઈ શકે છે ~

~ સાક્ષી મલિક, વિજેન્દર સિંહ, સાનિયા મિર્ઝા, સોમદેવ દેવવર્મન, વિરેન રાસ્કિન્હા, મુરલી શ્રીશંકર અને પારુપલ્લી કશ્યપ વાયાકોમ18ના ઓલિમ્પિક કવરેજના મુખ્ય મહેમાનો બનશે  ~

મુંબઈ12 જુલાઈ 2024: પેરિસ 2024 ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયાકોમ18 દ્વારા 26 જુલાઇ 2024થી શરૂ થતાં ઓલિમ્પિક્સની એકસાથે 20 ફીડ્સ અને ઓલિમ્પિયન્સના વિશાળ સમુહ સાથે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી વધુ રસપ્રદ ઓલિમ્પિક કવરેજ માટેની જાહેરાત કરવામાં આવી છે. નેટવર્કે ઓલિમ્પિક્સની અત્યાર સુધીની સૌથી વ્યાપક પ્રસ્તુતિને વિસ્તૃત બનાવવા માટે અનેક રમતોના ભૂતપૂર્વ ચેમ્પિયનની અસાધારણ યાદી તૈયાર કરી છે. નેટવર્ક દ્વારા તેની ખાસ ઝુંબેશ ફિલ્મ ‘દમ લગા કે… હઈશા’ પણ લોન્ચ કરવામાં આવી, આ ઝુંબેશ અગાઉ ક્યારેય ન જોઈ હોય તેવા ઓલિમ્પિક પ્રસારણનું વચન આપે છે. JioCinema to Showcase the Most Comprehensive Olympics Coverage Ever for Paris 2024.

પ્રથમ વખત ભારતમાં ઓલિમ્પિક કવરેજ જિયોસિનેમા પર એકસાથે 20 ફીડ્સમાં નિઃશુલ્ક રજૂ કરવામાં આવશે, તેનાથી ચાહકો તેમના મનપસંદ ડિવાઇસ પર ગમે ત્યારે ગમે ત્યાં ઓલિમ્પિક રમતોમાં તેમની પસંદગીની ગેમ અને ભારતીય ખેલાડીઓના પ્રદર્શન જોઈ શકશે. આ રજૂઆતમાં 17 સ્પોર્ટ્સ-વાઈઝ ફીડ્સ અને ત્રણ ક્યુરેટેડ ફીડ્સ હશે, તે બધી 4Kમાં ઉપલબ્ધ છે. ક્યુરેટેડ ફીડ્સમાં અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં ઈન્ડિયા ફીડનો સમાવેશ થશે, જે દર્શકોને ભારતીય ખેલાડીઓની તમામ ગેમ જ્યારે રમાશે ત્યારે જકડી રાખશે.

અગાઉ ક્યારેય જોયા ન હોય તેવા પ્રયાસના ભાગરૂપે મહિલા એથ્લિટ્સ ફીડ મહિલા ઓલિમ્પિયન્સની સફરને પણ વિશેષપણે રજૂ કરશે. ક્યુરેટેડ ફીડ્સમાં અંગ્રેજી અને હિન્દીમાં ગ્લોબલ એક્શન ફીડ પણ હશે, આમ દર્શકોને પેરિસ 2024માં વિશ્વના શ્રેષ્ઠ એથ્લિટ્સને ટ્રેક કરવાની સુવિધા મળશે.

લિનિયર પ્લેટફોર્મ પર Sports18 – 1, Sports18 – 1 HD, Sports18 – 2 ભારત કેન્દ્રિત ફીડ ચલાવશે, Sports18 – 3 પર ગ્લોબલ એક્શન ઉપલબ્ધ રહેશે. Sports18 – 1 અને Sports18 – 1 HD અંગ્રેજીમાં ગેમ્સ રજૂ કરશે અને ભાષા બટન પર તમિલ અને તેલુગુ ઉપલબ્ધ રહેશે. Sports18 – 2 સમગ્ર પેરિસ 2024 હિન્દીમાં રજૂ કરશે.

ઓપનિંગ સેરેમની દરમિયાન રસપ્રદ કવરેજની સાથે સાથે દર્શકોને ઈન્ડિયાના ખેલાડીઓની ટુકડી પર સમર્પિત કૅમેરા ફીડ ભારતીય ખેલાડીઓનો રિંગ-સાઇડ વ્યૂ આપશે. આ ઉપરાંત દર્શકો ભારતીય ખેલાડીના મેડલ વિજયની પળોના કવરેજના આનંદ સાથે સ્ટુડિયોમાંથી જે તે રમતના નિષ્ણાતની સાથે ખેલાડીઓના પરિવારના સભ્યોનો આનંદ પણ જોવા મળશે.

આપણા ખેલાડીઓ ગૌરવ હાંસલ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે ત્યારે પેરિસ 2024ની અમારી રજૂઆત દર્શકોને સૌપ્રથમ અને કેન્દ્રમાં રાખવાના વિચાર પર તૈયાર કરવામાં આવી છે. ભારતમાં પ્રથમ વખત ઓલિમ્પિક્સની રજૂઆતમાં સમર્પિત ભારતીય ફીડમહિલા એથ્લેટ્સ ફીડ અને ગ્લોબલ એક્શન ફીડ હશેઅને તે ચાહકો રમતને ધ્યાનથી જોતાં હોય ત્યારે તેમને રમતનો ઝીણવટભર્યો અનુભવ આપે છે,” તેમ વાયાકોમ18 –સ્પોર્ટ્સ હેડ ઓફ કન્ટેન્ટ સિદ્ધાર્થ શર્માએ જણાવ્યું હતું. “અમે ભારતીય એથ્લેટ્સની પ્રેરણાદાયી સફરને કેપ્ચર કરવાનો પ્રયાસ કરીએ છીએ અને ઓલિમ્પિક અનુભવ દ્વારા આપણા ખેલાડીઓને સમર્થન આપવા માટે સમગ્ર દેશને એ તરફ લઈ જઈ રહ્યા છીએ.”

ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિક ચંદ્રક વિજેતા રેસલર સાક્ષી મલિક (2016 સમર ઓલિમ્પિક્સ) સાથે બેઇજિંગ 2008 બ્રોન્ઝ મેડલ વિજેતા બોક્સર વિજેન્દર સિંહ જોડાશે. ચાર વખતની ઓલિમ્પિયન અને છ વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા તથા ડબલ્યુટીએ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવી ચૂકેલી પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા સોમદેવ દેવવર્મન સાથે જોડાશે. વર્લ્ડ નંબર સેવન લોંગ જમ્પર અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ વિજેતા રહેલા મુરલી શ્રીશંકર ઓલિમ્પિક દરમિયાન વાયાકોમ18ના નિષ્ણાત તરીકે તદ્દન નવા અવતારમાં જોવા મળશે.

સ્ટુડિયો લાઇન-અપમાં ભારતીય પુરૂષ હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરેન રાસ્કિન્હા, કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા શટલર પારુપલ્લી કશ્યપ, અનેક એશિયન ગેમ્સના ચંદ્રક વિજેતા અને વર્લ્ડ ડબલ્સ ચેમ્પિયનશિપના સુવર્ણ ચંદ્રક વિજેતા સ્ક્વોશ આઇકોન સૌરવ ઘોસાલ અને ભારતના બે વખતના ઓલિમ્પિક તીરંદાજ અતાનુ દાસ વાયાકોમ18ના મહેમાનોની શ્રેણીમાં ઉમેરો કરશે.

દર ચાર વર્ષે આવતા રમતગમતના મહાકુંભની આગેવાનીમાં પેરિસ 2024 માટે સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયાકોમ18 દ્વારા “દમ લગા કે…હૈશા!” પણ લોન્ચ કરવામાં આવ્યું છે જે ઓલિમ્પિક રમતો માટેની તેની કેમ્પેન ફિલ્મ છે. અગાઉ ક્યારેય ન નિહાળી હોય તેવી આ કેમ્પેન ફિલ્મ ઓલિમ્પિકની ફિલસૂફી પર બનેલી છે અને એકદમ ધીરગંભીર દેખાતા ખેલાડીના મોટિવેશનલ વોઇસઓવર અને તાલીમ સાથે અગાઉની વૈશ્વિક ઇવેન્ટ્સમાં ભારતીયોના પ્રદર્શનને બતાવતા પરંપરાગત એડ્વર્ટાઇઝિંગ કેમ્પેનથી અલગ પ્રકારની આ ફિલ્મ છે. આ ફિલ્મ ઓલિમ્પિકને વૈશ્વિક અભિયાન તરીકે કંડારે છે અને તેની ભારતીયોની જિંદગી પર આવતી અસરોને દર્શાવતો એક તરોતાજા અનુભવ આપે છે.

રમતગમતને જોવાના દૃષ્ટિકોણની પરિવર્તનશીલ ઊર્જાને કેન્દ્રમાં રાખીને અમે આ કેમ્પેનનો વિચાર તૈયાર કરવા માગતા હતા. આ ફિલ્મ ઓલિમ્પિકની ભાવના માટેની અમારી ફિલસૂફી છે અને એક એવી દુનિયાની કલ્પના કરે છે જ્યાં ઓલિમ્પિકને ગળાડૂબ થઈ માણવુંઆપણને દોડવીરોબોક્સરજિમ્નેસ્ટ્સતીરંદાજો અને વેઈટલિફ્ટર્સની જેમ આપણા રોજબરોજના જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે. અમે આ વિચારનું કાલાતીત ગીત ‘દમ લગા કે હઈશા! સાથે સાયુજ્ય સાધ્યું છે જે સમગ્ર દેશમાં ઓલિમ્પિક માટે ઉત્તેજના જગાડવા અનેક પ્રાદેશિક ભાષાઓમાં મૂવમેન્ટ અને રમતગમત માટેની ભારતીય ભાવનામાં ઊંડે ઊંડે વણાયેલું છે,” તેમ જિયોસિનેમાના બ્રાન્ડ અને ક્રીએટિવ માર્કેટિંગ હેડ શગુન સેડાએ જણાવ્યું હતું. “અમારા વિચારને જીવંત બનાવવા માટે અમે જુગાડ મોશન પિક્ચર્સ સાથે ભાગીદારી કરી જેણે એક નવો અભિગમ આપ્યો અને આ વિચારને સમૃદ્ધ ઑડિયો-વિઝ્યુઅલ અનુભવમાં ઉન્નત કર્યો છે.”

વાયાકોમ18ના પેરિસ 2024ના વ્યાપક કવરેજમાં ભારતીય ચાહકો માટે અવશ્ય જોવી જોઈએ તેવી ઇવેન્ટ્સ, ઓલિમ્પિકમાં ભારતીયોએ કઈ ઇવેન્ટ્સનું ધ્યાન રાખવું, ઓલિમ્પિકના ઈતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શનો, પેરિસ 2024માં ભારતીયો હાંસલ કરી શકે તેવા અભૂતપૂર્વ સીમાચિહ્નો અને અન્ય ઘણી બધી સામગ્રીનો સમાવેશ થાય છે.

પેરિસ 2024 માટે વાયાકોમ18ના એક્સપર્ટ્સની સંપૂર્ણ યાદી આ મુજબ છેઃ

Domain Expert
Core Group Sania Mirza
Core Group Viren Rasquinha
Core Group Somdev Devvarman
Core Group Neha Aggarwal
Core Group Nisha Millet
Core Group Murali Sreeshankar
Core Group Saurav Ghoshal
Archery Rahul Banerjee
Archery Atanu Das
Badminton P Kashyap
Boxing Vijender Singh
Hockey Jugraj Singh
Shooting Heena Sidhu
Shooting Joydeeep Karmakar
Swimming Virdhawal Khade
Wrestling Sakshi Malik


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.