Western Times News

Gujarati News

મણિપુર ૫ જિલ્લામાં બંધનું એલાન: ૬ મૈતેઈ ગુમ થવાથી ભડકે બળ્યું જિરીબામ

(એજન્સી)મણિપુર, મણિપુરમાં હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. સોમવારે પોલીસ સ્ટેશનને ઉડાવી દેવા આવેલા ૧૦ કુકી ઉગ્રવાદીઓને સુરક્ષા દળો દ્વારા ઠાર મારવામાં આવ્યા બાદથી તણાવ વધ્યો છે.

મણિપુરના જિરીબામમાં આ ઘટના બાદથી ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકો ગુમ હોવાના અહેવાલો મળ્યા છે. આ છ જણ મૈતેઈ પરિવારના જ હોવાનું મૈતેઈસમુદાયે જણાવ્યું છે. વધુમાં મૈતેઈ સમુદાયના અન્ય બે ભાઈઓના મૃતદેહો પણ મળી આવ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, છ લોકોના અપહરણના સમાચાર સાથે ઈમ્ફાલ ખીણમાં ઉગ્ર આંદોલનના કારણે પાંચ જિલ્લામાં સંપૂર્ણપણે બંધનું એલાન છે. પોલીસે ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર આ ગુમ વ્યક્તિઓના ફોટો વાયરલ થયા છે.

મૈતેઈ સમુદાય જિરી અપુન્બા લુપ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર ગુમ થયેલા છ લોકોમાં ૧. તેલેમ થોઈબી દેવી (ઉ.વ.૩૧) , તેની દિકરી તેલેમ થાજામંબી દેવી (ઉ.વ. ૮), યુમ્રેમબમ રાની દેવી (ઉ.વ. ૬૦), લૈશ્રામ હૈથોબી દેવી (ઉ.વ. ૨૫) અને તેના એક અઢી વર્ષનું અને એક દસ મહિનાનું બાળક સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.