મહેસાણાના વિઠોડાની ધરા પર ગુંજારવ કરતું ગીત: “ચેહરમાની દયાથી અમારે જાહોજલાલી”
જીવાભાઈ રાવતની સેવા પૂજા અને લોક કલ્યાણના જયાં સૂર પ્રગટે છે
અમદાવાદ, આખા વિશ્વને શ્રધ્ધા અને આસ્થાનો સંદેશો કેવળ ભારત આપી શકે. દ્વારકા હોય કે અયોધ્યા જયાં અઠે પહોર દીપકોની હારમાળા ઓજસ પાથરતી રહે છે. ભારત શ્રધ્ધાનું ધામ. આશ્રમ સાથે આશરા ધર્મને પાળનાર ધામ. આપણે આપણા દેવ-દેવીઓના દર્શન અર્ચન કરીને અગ્રેસર થઈએ છીએ.
એમાયે શક્તિ સ્વરૂપાઓના સ્મરણ માત્રથી ધન્યતા અનુભવીએ છીએ. મંદિરોના દેશ તરીકે વિખ્યાત ભારતની ધરોહર સદૈવ ક્રાં. સુસ્કૃત રહી છે. ગુજરાતની ધરા પર વિઠોડા ગામ (જિલ્લો મહેસાણા તાલુકો ખેરાળુ) આવેલું છે. આ ગામમાં મા ચેહરના નામની અઠે પહોર ઝાલર રણકે છે.
મા ચેહરના ભક્ત તરીકે પુ. જીવાભાઈ ઘણા સમયથી મા ચેહરની ઉપાસના કરે છે. જીવાભાઈ બીજલભાઈ રાવત ખૂબ ધાર્મિક અને માયાળુ. પિતા બીજલભાઈના પગલે એમણે સેવા અને કલ્યાણનો પંથ કંડાર્યો. જીવાભાઈના પિતાનું નામ બીજલભાઈ. બીજલભાઈના પિતા ગલાભાઈ રાવત જયારે માતા અંબાબહેન ખૂબ જ ભક્તિશાળી. જિલ્લો મહેસાણા તા. ખેરાળુના વિઠોડા ગામે મા ચેહરનું સુંદર મંદિર દર્શનીય થાય છે. તા.૧૩.પ.ર૦૧૮માં મંદિરની સ્થાપના થઈ. આ પ્રતિષ્ઠાના નૂતન મંગલ અવસરે રાજવીર પરમવીરસિંહ મહારાજ હાજર રહેલા. રંગે ચંગે ચેહર પ્રતિષ્ઠા સંપન્ન થઈ.
વિઠોડામાં તે વખતે (સતીષ ભુવાજી ટહુકાની ચેહર-અડાલજ) પણ ઉપસ્થિત રહયા હતા. આમતો ચેહર માતાના ઉપાસક તરીકે ર૦૦થી વધુ વર્ષથી જીવાભાઈના વડવાઓ માતા ચેહરની ઉપાસના કરતા હતા, એ પરંપરાએ જીવાભાઈ રાવત સુધી પહોંચી છે અને મંગળ આરતી સાથે ઝાલર રણકતી રહે છે. જીવાભાઈના બે પુત્રો એક છે જગદીશભાઈ તેઓ મોટા છે, તેઓ પણ માતા ચેહરના પરમ ભક્ત છે. જીવાભાઈના નાના પુત્ર દિનેશભાઈ પણ ચેહર પૂજનમાં ખડેપગે રહે છે.
જીવનમાં જીવાભાઈ ક્યારેય હિમત હાર્યા નથી, ચેહરમાએ બાવડું પકડયું હોય પછી હિંમત તો વધતી જ રહેને ! તમે બે ડગલા ચાલો છો ત્યારે મા ચેહર તમારી આગળ-આગળ ડગ માડે છે, પછી આ પરિસ્થિતિમાં ભક્ત હિંમત ક્યાંથી હારે…? વિઠોડા ગામ આજે તો ચેહરધામ તરીકે ભક્તોના Ìદયમાં સ્થાપિત થઈ ગયું છે, જયારે મા જે ધરા પર વિદ્યમાન હોય પછી ત્યાં રાત દિન સુખના સૂરજ જ ઝળહળતા રહેને…
વિઠોડાની ધરા પર માતા ચેહરના અહર્નિશ ગાણા અને ગુણલા ગવાય તે વાત સુવર્ણ અક્ષરે જ લખાઈ જાય. તાજેતરમાં ગાયક-ગીતકાર મનહર દેલવાડિયા (રાવત)ના કર્ણમધુર સ્વરમાં એક ગીતનું સ્વરાંકન થયું છે તેના શબ્દો છે ઃ ચેહરમાની દયાથી મારે તો છે જાહોજલાલી ! આ સુંદર રચનાની પ્રસ્તુતિ થઈ ચુકી છે. વિઠોડામાં તેનું સળંગ શુટીંગ પણ થયું છે આ રચનામા પ્રસ્તુત કરતા છે
માતાજીના ભુવાજી જીવાભાઈ રાવતજી. કહે છે: આ ગીત એ હવે ઘરે ઘરે ગુંજન કરશે અને માતાની ભક્તિનો રંગ વધારે પ્રગાઢ બનશે. જીવાભાઈ ભુવાજી વિશે વાત કરીએ તો તેઓ સ્વભાવે અત્યંત શાંત, સંયમી, ધૈર્યશીલ અને ખૂબ ભક્તિશાળી છે, તેમનો અસ્મિત ચહેરો જોઈને ભાવક ભક્તો પણ ભાવવિભોર બની જાય છે. તેઓ વાનચિતમાં પણ ખૂબ નમ્ર અને સ્નેહાળ છે.
વિઠોડાની ધરા પર પગ મૂકશો ત્યારે તમને જરૂર આ ગીતના શબ્દો તમારા કર્ણપટ ઉપર જરૂર સ્પર્શી જશે ઃ ચેહરમાની દયાથી અમારે જાહોજલાલી છે… માતાની અસીમ ઉપાસનાની સાથે જીવાભાઈ રાવત સમાજ જીવન સાથે જોડાયેલા રહે છે, સામાજિક વ્યવહારિક કામો અને સારા માઠા પ્રસંગે હાજર રહે છે.