કાશ્મીરનું નામ બદલાઈ અને આ થઈ શકે છેઃ કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જે ‘‘J&K and Ladakh Through the Ages’ પુસ્તકના વિમોચન અવસર પર કહ્યું કે, “કાશ્મીરનું નામ કશ્યપના નામથી બની શકે છે.” તેમણે કહ્યું કે, “શંકરાચાર્યનો ઉલ્લેખ, સિલ્ક રુટ, હેમિષ મઠથી સાબિત થાય છે કે કાશ્મીરમાં જ ભારતની સંસ્કૃતિનો પાયો નંખાયો. સૂફી, બૌદ્ધ અને શૈવ મઠ સૌએ કાશ્મીરમાં ખૂબ જ સારી રીતે વિકાસ કર્યો.”
તેમણે કહ્યું કે, “કાશ્મીરી, ડોગરી, બાલ્ટી અને ઝંસ્કારી ભાષાને શાસનની સ્વીકૃતિ આપવામાં આવી. તેના માટે પીએમ મોદીનો આભાર. પીએમનો આગ્રહ હતો કે યૂટી બન્યા બાદ કાશ્મીરની નાનામાં નાની સ્થાનિક ભાષાને જીવંત રાખવામાં આવે. આ દેખાડે છે કે પીએમ કાશ્મીર વિશે કેટલું વિચારે છે.”
તેમણે કહ્યું કે, “કલમ ૩૭૦ અને ૩૫એ દેશને એક થતાં રોકવામાં અડચણ હતી. સંવિધાન સભામાં આ ધારાઓને લઈને બહુમત નહોતો. એટલા માટે તેને ટેમ્પરરી તે સમયે બનાવી, પણ આઝાદી બાદ આ કલંકિત અધ્યાયને મોદી સરકારે હટાવ્યો અને વિકાસનો રસ્તો મોદી સરકારે ખોલ્યો.”
नई दिल्ली में ‘जम्मू-कश्मीर एवं लद्दाख: सातत्य और संबद्धता का ऐतिहासिक वृत्तांत’ पुस्तक का विमोचन और प्रदर्शनी का अवलोकन किया। जम्मू-कश्मीर की सांस्कृतिक, आध्यात्मिक और ऐतिहासिक धरोहरों को तथ्यों और प्रमाणों के साथ प्रस्तुत करने वाली यह पुस्तक देश के युवाओं और शोधकर्ताओं के लिए अनुसंधान का महत्त्वपूर्ण माध्यम बनेगी। J&K के बारे में प्रचलित मिथकों को तोड़कर सत्य को स्थापित करने के लिए ICHR और NBT की पूरी टीम को बधाई।