જેકે ઓર્ગેનાઇઝેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
જે.કે. ઓર્ગેનાઇઝેશન, એક પ્રખ્યાત ભારતીય ઔદ્યોગિક ગ્રૂપની 138 વર્ષની વિરાસત સાથે, ગ્રૂપના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. શ્રી હરિ શંકર સિંઘાનિયાની 90 મી જન્મજયંતિ નિમિત્તે “રક્તદાન શિબિરો” નું આયોજન કર્યું હતું. ગ્રૂપની માલિકીની વિવિધ કચેરીઓ અને મેન્યુફેક્ચરિંગ સુવિધાઓમાં શિબિરોની વ્યવસ્થા કરવામાં આવી હતી. JK Organisation Blood donation camp
પદ્મભૂષણથી સન્માનિત સ્વ. શ્રી હરિશંકર સિંઘાનિયાએ જે.કે. ઓર્ગેનાઈઝેશનના વિસ્તરણ અને એકીકરણમાં સક્રિય પણે યોગદાન આપ્યું હતું. આ સાથે જ તેમણે અનેક નવા સાહસો સ્થાપ્યા હતા અને સાથે સાથે ગ્રૂપમાં અનેક વ્યવસાયોને હસ્તગત કર્યા હતા અને તેને એકીકૃત કર્યા હતા.
ગ્રૂપની વિવિધ સામાજિક પહેલ ઉપરાંત સમુદાય માટે વધુ કામ કરવા માટે હંમેશા તત્પર રહેતા પૂર્વ નેતાના માનમાં આ દિવસે રક્તદાન અભિયાનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બોલતા, જેકે ઓર્ગેનાઇઝેશનના ચેરમેન, શ્રી ભરત હરી સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “જેકે ઓર્ગેનાઇઝેશન એક સદીથી વધુ સમયથી મજબૂત રીતે ઊભું રહ્યું છે, જે સ્થાપકોના વિશ્વાસ સાથે, કંપનીની ભાવનામાં સમાવિષ્ટ સમાજને કઈંક આપવાની ભાવના સાથે.
દરેક માટે જીવનની ગુણવત્તા વધારવા માટે પ્રતિબદ્ધ છે. સ્વ. શ્રી હરિ શંકર સિંઘાનિયાની જન્મજયંતિ પ્રસંગે જેકેઓ ગ્રૂપની કંપનીઓએ મોટી સંખ્યામાં વસતિની સુખાકારીમાં યોગદાન આપવાની દિશામાં એક પહેલ સ્વરૂપે રક્તદાન અભિયાનનું આયોજન કર્યું હતું.”
આ માનવતાવાદી કાર્ય માટે જેકે ઓર્ગેનાઇઝેશનના કુલ 5712 કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કરતા પહેલા, તમામ દાતાઓએ શિબિરોમાં બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન, વજન તપાસ અને અન્ય પરીક્ષણો કરાવ્યા હતા. દરેક દાતા માટે પ્રશંસાપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
જેકે ટાયર, જેકે પેપર, જેકે લક્ષ્મી સિમેન્ટ, ઉદેપુર સિમેન્ટ વર્ક્સ લિમિટેડ, જેકે એગ્રી જિનેટિક્સ, જેકે ફેનર, જેકે ફૂડ્સ, ડેલોપ્ટ, ક્લિનીઆરએક્સ, જેકે ઇન્શ્યોરન્સ, ઇન્ડિકા ટ્રાવેલ્સ, પીએસઆરઆઇ હોસ્પિટલ અને જેકે લક્ષ્મીપત યુનિવર્સિટી સહિતની તમામ ગ્રૂપ કંપનીઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો.