જેકે પેઇન્ટ્સ એન્ડ કોટિંગ્સે એક્રો પેઇન્ટ્સમાં રૂ. 153 કરોડમાં 60 ટકા હિસ્સો ખરીદવા ડેફિનેટિવ એગ્રીમેન્ટ કર્યો
3,000થી વધુ SKUs ધરાવતો એક્રોનો હાઇ-ક્વોલિટી પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ઉત્પાદન ક્ષમતા તથા જેકે સિમેન્ટની ચેનલ અને મજબૂત હાજરી મૂલ્યમાં નોંધપાત્ર ઉમેરો કરશે
નવી દિલ્હી, જેકે પેઇન્ટ્સ એન્ડ કોટિંગ્સ લિમિટેડ (જેકે સિમેન્ટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની)એ એક્રો પેઇન્ટ્સ લિમિટેડ અને તેનાં શેરહોલ્ડર્સ સાથે કંપનીમાં 60 ટકા અંકુશાત્મક હિસ્સો ખરીદવા માટે શેર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.
એક્રો પેઇન્ટ્સ ઉત્તર ભારતમાં આર્કિટેક્ચરલ અને હાઇ-પર્ફોમન્સ પેઇન્ટ્સ અને કોટિંગ્સની અગ્રણી કંપની છે. આ એક્વિઝિશન પેઇન્ટ બિઝનેસમાં જેકે સિમેન્ટનો પ્રવેશ, પ્રોડક્ટ રેન્જમાં વિસ્તરણ અને નવા બજારોમાં સંભવિત પ્રવેશની દિશામાં વધુ એક ડગલું છે.
એક્રો પેઇન્ટ્સનાં એક્વિઝિશનથી જેકે પેઇન્ટ્સને મજબૂત ઉત્પાદન ક્ષમતાઓ અને સંપૂર્ણ પ્રોડક્ટ ફોર્મ્યુલેશન્સ મળશે, જે આગામી વર્ષો માટે કંપનીનાં બિઝનેસ પ્લાન હેતુઓને પહોંચી વળવામાં મદદરૂપ નીવડશે.
જેકે સિમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. રાઘવપત સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “આ એક્વિઝિશનથી અમે રોમાંચિત છીએ કારણ કે તેનાંથી ઊભી થનારી સંલગ્નતા અમારી વૃધ્ધિનાં ચાલક બળ તરીકે કામ કરશે. આગામી એક વર્ષ માટે એક્રોના પ્રમોટર્સ ચંદ્રજીત ગેઇન્ડ અને અશોક ગેઇન્ડનો સાથ મળવાથી અમે આનંદિત છીએ,
જેનાંથી અમને તેમનાં સમૃધ્ધ અનુભવમાંથી લાભ મેળવવાની તક પૂરી પાડશે. તેઓ એક્રો પેઇન્ટ્સ લિમિટેડનાં બોર્ડ પર યથાવત રહેશે અને સંયુક્ત વિઝનની દિશામાં પ્રદાન આપતા રહેશે. અમે અમારા બિઝનેસનું સરળ અને સફળ જોડાણ સુનિશ્ચિત કરવા પ્રતિબધ્ધ છીએ અને અમારી સંયુક્ત નિપુણતા અને અનુભવ સાથે લાવવા રોમાંચિત છીએ. વર્તમાન ક્ષમતાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યં છે અને નાણાકીય વર્ષ 2023-24નાં બીજા ત્રિમાસિક સમયગાળામાં પૂર્ણ થવાની ધારણા છે.”
જેકે સિમેન્ટ ભારતમાં વોલ પુટ્ટીની અગ્રણી ઉત્પાદક છે અને આ સેગમેન્ટ પેઇન્ટ ઉદ્યોગ સાથે નોંધપાત્ર સામ્યતા ધરાવે છે. શૂન્ય ઋણ અને તંદુરસ્ત માર્જિન ધરાવતી એક્રો જેવી નાણાકીય રીતે મજબૂત કંપનીને હસ્તગત કરવી એ જેકે સિમેન્ટ માટે વ્યૂહાત્મક પગલું છે, જેનાં દ્વારા કંપની તેનાં પુટ્ટી વિતરણ નેટવર્કની મજબૂતાઈનો લાભ લઈ શકશે
અને સંયુક્ત અસરકારકતાનો ઉપયોગ કરી શકશે. જેકે સિમેન્ટનાં એક લાખ ડિલર્સનું દેશવ્યાપી નેટવર્ક, 75,000 ઇન્ફ્લુઅન્સર્સ અને 1500 ડિસ્ટ્રીબ્યુટર્સ અને એક્રોનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક કંપનીને વ્યાપક બજાર સુધી પહોંચવા સક્ષમ બનાવશે, જે આ વિસ્તારમાં ગ્રાહકોને હાજર બજાર સુનિશ્ચિત કરશે.
જેકે સિમેન્ટ લિમિટેડના ડેપ્યુટી એમડી અને સીઇઓ માધવક્રિશ્ના સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “અમે આગામી કેટલાંક વર્ષોમાં અમારા મજબૂત બજારોમાં અમારી હાજરી વિસ્તૃત બનાવવા માટે ફોકસ્ડ લોંચ પ્લાન તૈયાર કર્યો છે અને ચોક્કસ ભૌગોલિક વિસ્તારો, પ્રોડક્ટ અને ચેનલ નક્કી કરી છે જ્યાં અમે પ્રભુત્વ ધરાવીશું.
અમે પેઇન્ટ ઉદ્યોગમાં અમારી હાજરીનું વિસ્તરણ કરી રહ્યા છીએ ત્યારે અમારી બંને બ્રાન્ડ્સની તાકાતનો લાભ ઉઠાવીશું. અમે માનીએ છીએ કે એક્રો અમારા પોર્ટફોલિયો સાથે સંયુક્ત અસરકારકતા પૂરી પાડશે અને ઝડપથી વૃધ્ધિ કરી રહેલા પેઇન્ટ અને પુટ્ટી સેગમેન્ટમાં માંગ પૂરી કરવામાં અમને મદદ કરશે.”
1989માં સ્થપાયેલી એક્રો પેઇન્ટ્સ લિમિટેડ ડેકોરેટિવ પેઇન્ટ્સનાં સંપૂર્ણ પોર્ટફોલિયો સાથે ટેક્સ્ચર્ડ પેઇન્ટ્સ, કન્સ્ટ્રક્શન કેમિકલ્સ અને વોટરપ્રુફિંગ પ્રોડક્ટ્સ જેવી વિશિષ્ટ પ્રોડક્ટ કેટેગરીમાં પણ હાજરી ધરાવે છે. છેલ્લાં 30 કરતાં વધુ વર્ષથી તેણે ઉદ્યોગમાં નોંધપાત્ર અનુભવ હાંસલ કર્યો છે. કંપની પેઇન્ટ ઉદ્યોગમાં મજબૂત ખેલાડી છે,
જે ઇકોનોમી, પ્રીમિયમ અને લક્ઝરી સહિતની તમામ કેટેગરીઝમાં વ્યાપક રેન્જ ઓફર કરે છે. વિવિધ ભાવમાં 3000થી વધુ SKUs સાથે કંપની વિવિધ ગ્રાહકોની જરૂરિયાત પૂરી પાડવા સક્ષમ છે.
એક્રો પેઇન્ટ્સ લિમિટેડના એમડી ચંદ્રજીત ગેઇન્ડે જણાવ્યું હતું કે, “જેકે સિમેન્ટ્સ અને તેની ડાઇનેમિક મેનેજમેન્ટ ટીમ સાથે જોડાણ કરતા અમે ખુશ અનુભવીએ છીએ, જેઓ નમ્રતા અને જુસ્સાના પર્યાય છે અને વૃધ્ધિના આગામી યુગનું નેતૃત્વ કરી રહ્યા છે.” ડો. રાઘવપત સિંઘાનિયા અને માધવ સિંઘાનિયા ભારતના અત્યંત પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર્સ છે,
જેઓ રાષ્ટ્રની વૃધ્ધિ, લોકો અને સમુદાય પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા ધરાવે છે. પોતાની પ્રતિબદ્ધતા અને નિપુણતા દ્વારા અમારા બિઝનેસનાં વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મારા સહયોગીઓનો હું આભાર માનું છું. મને વિશ્વાસ છે કે તેમનાં માટે, અમારા ગ્રાહકો માટે અને અમારા બિઝનેસ માટે વૃધ્ધિ હાંસલ કરવા જેકે સિમેન્ટ ‘પરફેક્ટ હોમ’ છે.
દિલ્હી-એનસીઆર રિજનમાં અલવ જિલ્લાના ભિવાડી ખાતે આવેલી કંપની બે અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે, જે ડેકોરેટિવ અને ટેક્સ્ચર્ડ પેઇન્ટમાં 60,000 કિલો લીટર અને કન્સ્ટ્રક્શન કેમિકલ્સમાં 6700 કિલો લીટરની વિસ્તરણ બાદની ક્ષમતા ધરાવે છે. હાલમાં ચાલી રહેલી ક્ષમતા વિસ્તરણ કામગીરી Q2 FY24 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
આ એક્વિઝિશન વૃધ્ધિ પામી રહેલા વર્ટિકલ કન્સ્ટ્રક્શન કેમિકલ્સ અને વોટરપ્રુફિંગ પ્રોડક્ટ્સમાં પ્રવેશ કરવાની તક પૂરી પાડશે, જેની વર્તમાન માર્કેટ સાઇઝ રૂ. 5,000 કરોડથી વધુ છે અને પ્રતિ વર્ષ 10 ટકાનાં દરે વૃધ્ધિ કરી રહ્યું છે.
આ એક્વિઝિશન નિયમનકારી મંજૂરીઓ અને શરતોને આધીન છે.