Western Times News

Gujarati News

ઘરે પાછા ફરવાની ઉતાવળ ન કરોઃ J&K પોલીસની અપીલ

સરહદી ગામોના સ્થળાંતર કરી ગયેલા લોકોને જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું

અસરગ્રસ્ત વિસ્તારોમાં દારુગોળાને શોધવા અને તેનો નિકાલ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મોકલવામાં આવશે

શ્રીનગર,
જમ્મુ અને કાશ્મીર પોલીસે રવિવારે સરહદી ગામોના સ્થળાંતર કરી ગયેલા લોકોને ઉતાવણ કરીને ઘરે પાછા ન ફરવા અને સલામત સ્થળોએ રહેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારો હજુ સુધી સંપૂર્ણપણે સુરક્ષિત થયા નથી. અહીંથી પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલો દારૂગોળો હજુ પણ હોઇ શકે છે.અંકુશરેખા પર પાકિસ્તાનના ભારે ફાયરિંગને કારણે બારામુલ્લા, બંદીપુરા અને કુપવાડા જિલ્લાઓના સરહદી ગામોના આશરે ૧.૨૫ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં હતાં.પોલીસે એક એડવાઇઝરી જારી કરી જણાવ્યું હતું કે ળન્ટલાઈન ગામડાઓમાં પાછા ન ફરો.

પાકિસ્તાની ગોળીબાર પછી વણશોધાયેલ દારૂગોળો રહી ગયો હોવાની શક્યતા હોવાથી જીવન સામે જોખમ ઊભું થઈ શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દારુગોળાને શોધવા અને તેનો નિકાલ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મોકલવામાં આવશે.ગામડાઓમાં પરત જવાની ઉતાવળ કરતાં લોકો પરના સંભવિત જોખમની માહિતી આપતા એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે ૨૦૨૩માં અંકુશરેખા પર રહી ગયેલા દારુગોળાના વિસ્ફોટથી આશરે ૪૧ લોકોના મોત થયા હતાં.

ભારતે ૨૨ એપ્રિલના પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું તે પછી પાકિસ્તાનની આર્મીએ કરેલા ફાયરિંગમાં કુલ ૨૫ લોકોના મોત થયાં હતાં અને આશરે ૫૦ લોકો ઘાયલ થયાં હતાં. પૂંછ જિલ્લામાં સૌથી વધુ ૧૮ લોકોના મોત થયાં હતાં. ઓપરેશન સિંદૂરના ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાને શનિવારે તાત્કાલિક અસરથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા માટે સમજૂતી કરી હતી. જોકે આ સમજૂતીના થોડા કલાકમાં જ પાકિસ્તાને તેનો ભંગ કર્યાે હતો. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.