Western Times News

Gujarati News

૨૦૨૧થી અત્યાર સુધીમાં J&Kમાં 14 આતંકવાદી હુમલા, ૫૦ જવાનો શહીદ

જુલાઈમાં જ ૧૫ દિવસમાં ખીણમાં ૪ મોટા આતંકી હુમલાઓએ લોકોને ડરાવી દીધાં

નવીદિલ્હી, જમ્મુ-કાશ્મીરના ઘણાં ભાગોમાં છેલ્લા અમુક સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં વધારો થયો છે. એટલું જ નહીં માત્ર જુલાઈમાં જ ૧૫ દિવસમાં ખીણમાં ૪ મોટા આતંકી હુમલાઓએ લોકોને ડરાવી દીધાં છે. આ હુમલામાં સેનાના ઘણાં જવાન શહીદ થઈ ગયા અને ઘણા અન્ય ઈજાગ્રસ્ત છે.

આ દરમિયાન ૮ અને ૧૫ જુલાઈએ જમ્મુ-કાશ્મીરના કટૂહા અને ડોડામાં મોટા આતંકી હુમલા થયા. કટુહામાં થયેલા હુમલામાં ૫ જવાન શહીદ થઈ ગયા. ૧૫ જુલાઈએ આતંકીઓની સાથે થયેલી અથડામણમાં પાંચ જવાન શહીદ થઈ ગયા હતાં.

૨૦૨૧માં સૌથી પહેલા ૧૯ ઓગસ્ટે રાજૌરીના થાનામંડી વિસ્તારમાં આતંકવાદીઓની સાથે અથડામણમાં ૨ જવાન શહીદ થઈ ગયાં હતાં. તેના થોડાં સમય બાદ જ ૧૧ ઓક્ટોબરે પૂંચના જંગલો આતંકીઓની સાથે થયેલી અથડામણમાં ૫ જવાન શહીદ થઈ ગયાં હતાં.

ત્યાં ૧૬ ઓક્ટોબરે થયેલા આતંકી હુમલામાં જમ્મુ-કાશ્મીરના બે અધિકારીઓ સહિત ચાર જવાન શહીદ થઈ ગયાં હતાં. આ હુમલો પૂંચ જિલ્લાના ભાટા દુરિયાં વિસ્તારમાં થયો હતો. તે બાદ ૩૦ ઓક્ટોબરે થયેલા એક્સપ્લોજનમાં બે જવાન અને એક અધિકારી શહીદ થઈ ગયાં હતાં. તે સમયે જવાન રાજૌરીના નૌશેરામાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં.

૧૧ ઓગસ્ટ ૨૦૨૨એ રાજૌરીના પરગલ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પાંચ જવાન શહીદ થઈ ગયા હતાં. ૨૦ એપ્રિલે પૂંચ જિલ્લાના ભાટા દુરિયાંમાં આતંકીઓ દ્વારા એનએચ-૧૪૪ એ પર કરવામાં આવેલા હુમલામાં ૫ જવાન શહીદ થઈ ગયાં હતાં. તે બાદ ૭ મે ૨૦૨૩એ કરવામાં આવેલા અન્ય આતંકી હુમલામાં પાંચ કમાન્ડો સહિત એક આર્મી મેજર શહીદ થઈ ગયાં હતાં. આ હુમલો રાજૌરીના જંગલોમાં કરવામાં આવ્યો હતો. ૨૨ નવેમ્બર ૨૦૨૩એ રાજૌરી જિલ્લાના બાજીમાલમાં આતંકી અથડામણમાં બે આર્મી કેપ્ટન સહિત પાંચ જવાન શહીદ થઈ ગયાં હતાં.

૨૧ ડિસેમ્બરે થયેલા એક અન્ય આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયાં હતાં. આતંકીઓ દ્વારા આ હુમલો પૂંચમાં ડેરાની ગલી વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.
૨૦૨૪માં જમ્મુ અને કાશ્મીરમાં અત્યાર સુધી ૪ મોટાં આતંકી હુમલા થઈ ચૂક્યા છે. જેમાં સૌથી પહેલો હુમલો ૪ મે એ થયો હતો. આ હુમલામાં એક આઈએએફ અધિકારીનું મોત થઈ ગયું હતું. આ હુમલો પૂંચમાં કરવામાં આવ્યો હતો.

તે બાદ ૧૧ જૂન કટુહામાં થયેલા આતંકી હુમલામાં એક સીઆરપીએફ જવાન શહીદ થઈ ગયો હતો. ૮ જુલાઈએ કટુહાના બડનોતા ગામમાં થયેલા આતંકી હુમલામાં ૫ જવાન શહીદ થઈ ગયાં હતાં અને સાથે જ એક આતંકી પણ માર્યો ગયો છે. તાજેતરમાં જ ૧૫ જુલાઈએ થયેલા હુમલામાં આર્મી કેપ્ટન સહિત ચાર જવાન શહીદ થઈ ગયાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.