જે. નંદકુમાર દ્વારા લખવામાં આવેલા પુસ્તક સ્વરાજ@75નું કોઠારી પૂ. શ્રીધર્મનંદનદાસ સ્વામીજી દ્વારા વિમોચન
SGVP ખાતે યોજાયેલા એક સમારંભમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સ્વાધિનતાના અમૃત મહોત્સવમાં જે. નંદકુમાર દ્વારા લખવામાં આવેલા પુસ્તક સ્વરાજ@75નું એસજીવીપી સંસ્થાનના કોઠારી પૂ. શ્રીધર્મનંદનદાસ સ્વીમીજી દ્વારા વિમોચન રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ ચાંદલોડિયા ભાગ દ્વારા આજે કર્ણાવતીમાં કરવામાં આવ્યુ હતું.
પ્રજ્ઞા પ્રવાહના અખિલ ભારતીય સંયોજક જે. નંદકુમાર દ્વારા આજના વર્તમાન સમયમાં જે વિચાર છે તે લોકો સુધી પહોંચે તે માટે આ પુસ્તક લખવામાં આવ્યુ છે.
આ વિચારને જે નંદકુમાર દ્વારા આ પુસ્તકમાં મુકવામાં આવ્યો છે. ભારતીય વિચાર સર્વે ભવન્યુ સુખીનો, સર્વે ભવન્તુ નિરામયા અલબત્ત જગતમાં સૌ સુખી થાય અને સર્વનું કલ્યાણ થાય તેવો વિચાર છે. ભારતની આઝાદીના 76માં વર્ષની ઉજવણી કરતા શું આપણે ગુલામીમાંથી મુક્ત થયા છીએ કે કેમ તેની પર પણ ભાર મુકવામાં આવ્યો છે.
આ પ્રસંગે સાહિત્ય સાધના ના પ્રાંત ના સચિવ શ્રીદેવાંગભાઈ આચાર્યએ સ્વાધિનતા અને સ્વતંત્રતા પર ભાર મુકતા જણાવ્યું હતુ કે સ્વાધિનતા એટલે પોતાને આધિન અને સ્વતંત્રતા એટલે પોતાના લોકો દ્વારા, પોતાના વિચારોને આધારે પોતાની સંસ્કૃતિને આધારે ઊભુ કરેલુ તંત્ર. સ્વતંત્રતા એ બહુઆયામી સ્વતંત્રતા છે એટલે કે ભૌગોલિક, રાજકીય, સંવિધાનીક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક સ્વતંત્રતા હોઇ શકે છે. આમાંથી એક પણ ન હોય તો રાષ્ટ્ર ચેતનાનો સર્વનાદ કરી શકશે નહી.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે જે દેશને પોતાના દેશ માટે દેશત્વા જાગૃત થતુ નથી તે દેશ ક્યારેય યશસ્વી કાર્ય કરી શકતો નથી.