Western Times News

Gujarati News

અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ખાતે 28મી ઓક્ટોબર સુધી ફોટોગ્રાફી એક્ઝિબિશન “ગૈયા મૈયા”નું આયોજન

  • ગૈયા મૈયાના 130થી વધુ ફોટોનું એક્ઝિબિશન

અમદાવાદ : અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ખાતે પવિત્ર ભારતીય ગાયોની આધ્યાત્મિક યાત્રાને રજૂ કરતું ફોટોગ્રાફી એક્ઝિબિશન ગૈયા મૈયાનું 24થી 28મી ઓક્ટોબર સુધી આયોજન કરવામાં અવાયું છે. ભારતીય ગાયોના વૈવિધ્યસભર સૌંદર્યને દૃષ્ટિની રીતે પ્રભાવશાળી એક્ઝિબિશન દ્વારા પ્રદર્શિત કરવા, તેમના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે ખાસ આ ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ એક્ઝિબિશનમાં 130થી વધુ અદ્દભૂત ફોટોગ્રાફ્સને આવરી લેવામાં આવ્યા છે. તુષાર અજમેરા ફોટોગ્રાફીનો એક સર્વગ્રહી અનુભવ આપશે. આ એક નોન- પોલિટિકલ, નોન- રિલિજિયસ અને નોન- કોમર્શિયલ ઇવેન્ટ છે.  રિટાયર્ડ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ અને પરોપકારી એવા ઇન્દિરા અને અરવિંદ સંઘવી (KAİSER-I HİND MİLLS CO. LTD, AHMEDABAD), જોધપુર આર્ટ ગેલેરીના સૃષ્ટિ ઠક્કર,

 વંદિત કાપકર અને તેમની સમર્પિત ટીમ, રવીન્દ્ર મારડિયા- આર્ટ પ્રોમોટર  (ટ્રસ્ટી – જોધપુર આર્ટ ગેલેરી, અમદાવાદ) – (ગાયો પ્રત્યેનો તેમનો પ્રેમ તેમના ઉમદા યોગદાન દ્વારા 1200 ગામોને સશક્ત બનાવ્યા છે), ઉપરાંત તુષાર અજમેરા -(કાઉ લવર અને ફોટોગ્રાફર),  દિલીપ શાહ (એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા) અને એનિમલ એક્ટિવિઝમ ડૉ. લીના ગુપ્તાના સહયોગ પ્રયાસો દ્વારા આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે.

આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત દરેક ફોટોગ્રાફની સાથે આપવામાં આવેલી વિગતવાર માહિતી દ્વારા ગાયોની વિવિધ પ્રજાતિઓ અને તેમના રહેઠાણ વિશે જાણી શકાશે.  નેચર લવર અને એનિમલ લવર લોકોને આ એક્ઝિબિશન ખાસ કરીને પસંદ આવશે. પવિત્ર  “સિમ્ફની : ગાયની પ્રકૃતિ”માં નિર્દોષ ભૂમિકા વિષયને આવરી લેવામાં આવ્યું છે. ભારતના પવિત્ર વારસાનો અનુભવ કરવા માટે વિશ્વભરના મુલાકાતીઓને આ એક્ઝિબિશન આકર્ષશે.

આ ઇવેન્ટ ભારતની જૈવવિવિધતાના રક્ષણના મહત્વ વિશે જનજાગૃતિ વધારશે. ઉપરાંત, મુલાકાતીઓ પર કાયમી છાપ બનાવશે અને તેમને ગાય સંરક્ષણના હિમાયતી બનવા પ્રેરણા પણ આપશે.

આ ઇવેન્ટમાં ખાસ ડિફરન્ટલી એબલ્ડ લોકો માટે વિશેષ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા  24મી ઓક્ટોબરના રોજ વિશ્વ પોલિયો દિવસ નિમિતે ખાસ ટ્રાઇસાઇકલ, બાઇક અને કાર રેલીનું આયોજન કરાયું હતું જેનો  હેતુ પોલિયો નાબૂદી અને રસીકરણના સતત પ્રયાસોના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.