જોધપુર અને ભગત કી કોઠી માટે પુણે અને ચેન્નાઈથી બે નવી સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી

આબુ રોડ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરતથી પુના અને દક્ષિણ ભારત જવા ગુજરાતીઓને ફાયદો થશે
ચેન્નાઈ-ભગત કી કોઠી-ચેન્નાઈ સુપર ફાસ્ટ અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે
સુરત, રાજસ્થાનના જોધપુર અને ભગત કી કોઠી માટે પુણે અને ચેન્નાઈથી બે નવી સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી છે. જોધપુર-હડપસરની નિયમિત સેવા પ મેથી જોધપુરથી અને ૬ મેથી હડપસરથી શરૂ થશે. આ ઉપરાંત ચેન્નાઈ-ભગત કી કોઠી-ચેન્નાઈ સુપર ફાસ્ટ અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. નિયમિત સેવા પ મેથી ચેન્નાઈથી અને ૭મેથી ભગત કી કોઠીથી શરૂ થશે.
મારવાડ ક્ષેત્રના વેપારીઓને ગુજરાત, મહારાષ્ટ્ર અને તામિલનાડુ સાથે સીધું જોડાણ મળશે જેનાથી મોટી રાહત મળશે. ર૦૪૯પ જોધપુર-હડપસર (પુણે) સુપરફાસ્ટ એકસપ્રેસ પમેથી જોધપુરથી દરરોજ નિયમિત દોડવાનું શરૂ કરશે.
આ ટ્રેન બન્ને દિશામાં લુની, પાલી મારવાડ, મારવાડ, રાની, ફાલના, જમાઈ ડેમ, પિંડવારા, આબુ રોડ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, લોનાવાલા, ચિંચવડ અને પુણે સ્ટેશનો પર ઊભી રહેશે. બીજી ટ્રેન ર૦૬રપ ચેન્નાઈ-ભગત કી કોઠી સુપરફાસ્ટ એકસપ્રેસ સોમવાર, મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર, રવિવારે ચેન્નાઈથી સાંજે ૭ઃ૪પ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે ૯ઃ૩૦ વાગ્યે ઉધના પહોંચશે અને ત્રીજા દિવસે ૧રઃ૧પ વાગ્યે ભગત કી કોઠી પહોચશે.
પરત યાત્રામાં, ર૦૬ર૬ ભગત કી કોટી-ચેન્નાઈ સુપર ફાસ્ટ એકસપ્રેસ અઠવાડિયાના સોમવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર, રવિવાર સવારે પઃ૩૦ વાગ્યે ભગત કી કોટીથી ઉપડશે અને તે જ દિવસે સાંજે ૭ઃ૦પ વાગ્યે ઉધના અને બીજા દિવસે રાત્રે ૧૧ઃ૧પ વાગ્યે ચેન્નાઈ પહોંચશે.