જોધપુરના મુમુતપુરા તળાવને રૂ.4.31 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે.

File Photo
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા વિવિધ વિસ્તારમાં આવેલા તળાવો ડેવલપ કરવામાં આવી રહયા છે. જે અંતર્ગત જોધપુર વોર્ડના મુમુતપુરા તળાવને વૈજ્ઞાનીક અભિગમથી ડેવલપ કરવામાં આવશે.
આ તળાવ ડેવલપ કરવા માટે અંદાજે રૂ.4.31 કરોડનો ખર્ચ થશે. તળાવ ડેવલપ થયા બાદ આ સ્થળ સ્થાનિક રહીશો માટે ફરવા લાયક સ્થળ બની રહેશે.
દક્ષિણ પશ્વિમઝોનના જોધપુર વોર્ડમાં મુમુતપુરા તળાવના પુનઃવિકાસની યોજના કુદરત આધારીત, પર્યાવરણ લક્ષી અને લોકોની રોજબરોજની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી કામગીરી કરવામાં આવી છે. વૈજ્ઞાનીક અભિગમથી તૈયાર કરવામાં આવેલી આ યોજના અમદાવાદ શહેરની આબોહવા સ્વચ્છ રાખવામાં મોટો ભાગ ભજવશે.
તળાવ ડેવપલમેન્ટ ના ભાગરૂપે અહી તળાવના તળીયે જમા થયેલ કાંપને જરૂર પડે તેટલા પ્રમાણમાં કાઢી તળાવના કિનારાઓ ઉપર વિસ્તારવુ, જળસંગ્રહ વધારવો, વધારે પાણીને ખંભાતી કુવાઓ થકી જમીનમાં ઉતારવું અને આ દરમ્યાન કિનારાઓ ઉપર કરેલા રાઈપેરી અને ઝોનના ઝાડ પાન થકી પાણીનુ શુધ્ધીકરણ કરવામાં આવશે.
તળાવની પશ્ચિમ અને દક્ષિણ-પશ્વિમ કિનારે એક સહેલગાહ બનાવવામાં આવશે. જે આજુ બાજુના રહિશો માટે ફરવા લાયક સ્થળ બની રહેશે. તળાવનો પુનઃવિકાસ કરી આ વિસ્તારના લોકો માટે મનોરંજનનુ સ્થળ બનાવી તથા નાગરીકો વોકીગ ટ્રેક, નાના બાળકો માટે રમત ગમત ના સાધનો તથા સીનીયર સીટીઝન માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે.
તળાવની આજુબાજુ વિસ્તારમાં લેન્ડ સ્કેપીંગ કરીને ગાર્ડન તથા નવા ઝાડ ઉગાડીને તળાવની સુંદરતાંમાં વધારો થશે તથા તળાવની ફરતે વોક વે બનાવતા વોક વે ની ફરતે સ્ટ્રીટ લાઇટ મુકી ને રાત્રી દરમ્યાન નાગરીકો વોકીગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરી આપવામાં આવશે. સીનીયર સીટીઝન ને બેસવા માટે નવા બાકડા તથા બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.
આ તળાવનો એરીયા ૩૫,૮૧૯ ચો. મીટર છે. જેને ડેવલપ કરવા માટે રૂ. 4.31 કરોડનો ખર્ચ થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.