એક્શનથી ભરપૂર જોન અબ્રાહમની ફિલ્મ વેદાનું ટીઝર રિલીઝ
મુંબઈ, એક્શનથી ભરપૂર ફિલ્મ ‘વેદા’નું ટીઝર આખરે રિલીઝ થઇ ગયુ છે. આ ટીઝરમાં જોન અબ્રાહમનો એક્શન અવતાર જોવા મળી રહ્યો છે. આ એક ઇલેક્ટિફાઇંગ સિનેમાનો અનુભવ કરાવશે. જો કે આ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.
આ ટીઝરમાં જોનની એક્ટિંગ જોઇને તમે પણ ખુશ થઇ જશો. ટીઝરમાં જોન અબ્રાહમ અને શરવરી વાઘ ફૂલ ઓન એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે.
ટીઝરમાં શરવરી વાઘને સિસ્ટમ વિરુદ્ધ અવાજ ઉઠવતા જોઇ શકાય છે. જ્યારે જોન અબ્રાહમ એમના રક્ષક બનીને સાથે જંગ લદતા જોવા મળશે. બન્ને સ્ટાર્સનો સામનો વિલન બનીને અભિષેક બેનર્જી સાથે થવાનો છે. વેદાના ટીઝરની શરૂઆત શરવરી વાઘના એક્શન લોડેડ અવતારથી થાય છે.
જે એમના હકની લડાઇ લડવા માટે અનેક પ્રયત્નો કરે છે. ત્યારબાદ જોન અબ્રાહમની એન્ટ્રી થાય છે અને કહે છે કે મને ઝઘડતા આવડતુ નથી, માત્ર જંગ લડતા આવડે છે. ત્યારબાદ જ્યારે એમના દુશ્મન એમની ઓળખાણ વિશે પૂછે છે તો પોતાને એમના બાપ બતાવે છે. ‘
વેદા’ના ટીઝરમાં તમન્ના ભાટિયાની ઝલક જોવા મળી રહી છે. ફિલ્મમાં તમન્ના અને જોનની કેમિસ્ટ્રી જોવા મળી શકે છે. ઝી સ્ટૂડિયોના પ્રોડક્શનમાં બનેલી એક્શન ફિલ્મ ‘વેદા’ને નિખિલ અડવાણીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં જોન અબ્રાહમ અને શરવરી વાઘ લીડ રોલમાં છે. આ સિવાય અભિષેક બેનર્જી અને તમન્ના ભાટિયા પણ ફિલ્મનો હિસ્સો છે. ‘વેદા’ આ વર્ષે ૧૨ જુલાઇના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.
આમ, તમને જણાવી દઇએ કે ‘વેદા’માં લાંબા સમય બાદ જોન અબ્રાહમ વાપસી કરશે. એક્ટર છેલ્લે શાહરુખ ખાન સ્ટારર પઠાનમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં જોન વિલનના રોલમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પડદા પર હિટ રહી હતી.
આમ વાત કરવામાં આવે તો જોન અબ્રાહમ ઘણાં દિવસો સુધી ફિલ્મી દુનિયાથી દૂર રહ્યો. જો કે આ મુવીમાં દમદાર એક્શન રોલમાં જોવા મળી રહ્યો છે.SS1MS