જ્હોન અબ્રાહમની વધુ એક પોલિટિકલ થ્રિલર ‘ડિપ્લોમેટ’ માર્ચમાં રિલીઝ થશે
મુંબઈ, જ્હોન અબ્રાહમ ધીરે ધીરે એક્શન થ્રિલર ફિલ્મો તરફથી હવે પોલિટિકલ થ્રિલર ફિલ્મો વધારે પ્રમાણમાં કરતો થયો છે. જોકે, તેની ફિલ્મોમાં એક્શનનું એલિમેન્ટ તો હોય જ છે. હવે તેની નવી પોલિટિકલ થ્રિલર ફિલ્મ આવી રહી છે. શુક્રવારે તેનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને માર્ચ મહિનામાં આ ફિલ્મ રિલીઝ થશે.
આ પોસ્ટરમાં જ્હોન ડાર્ક કલરનું સૂટ પહેરેલો જોવા મળે છે. જ્હોન તેમાં એક ઉચ્ચ સનદી અધિકારીના રોલમાં જોવા મળશે તેવી ચર્ચા છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારીત હોવાની પણ ચર્ચા છે, જેણે દેશ પર બહુ મોટી અસર કરી હતી. જ્હોને શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું હતું. તેની કૅપ્શનમાં લખ્યું હતું,“હિંમત અને રાજકાજની આ કથા તમારા સુધી લાવતા ગૌરવ અનુભવું છું.
થિએટરમાં ૭ માર્ચે મળીએ.”જ્હોન અબ્રાહમની આ ફિલ્મ શિવમ નાયર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે તેમજ તેની સ્ક્રિપ્ટ રિતેશ શાહ દ્વારા લખવામાં આવી છે.
ટી-સિરીઝ આ ફિલ્મને પ્રોડ્યુસ કરે છે. સાથે જ જ્હોન અબ્રાહમના જેએ એન્ટરટેઇન્મેન્ટ, વિપુલ ડી શાહ, અશ્વિન વારડે, રાજેશ બ્હેલ, સમીર દિક્ષિત અને જતિશ વર્મા તેમજ રાકેશ ડાંગ આ ફિલ્મને કો-પ્રોડ્યુસ કરશે. જ્હોને છેલ્લે ‘વેદા’માં કામ કર્યું હતું અને ‘ડિપ્લોમેટ’ પછી તે ‘તેહરાન એન્ડ તારીક’માં કામ કરશે.SS1MS