જોન અબ્રાહમની આગામી ફિલ્મ રોહિત શેટ્ટી સાથેની હશે

મુંબઈ, જોન અબ્રાહમની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ધ ડિપ્લોમેટ બોક્સ ઓફિસ પર સારું કલેકશન કરવામાં નિષ્ફળ ગઇ છે. તેમ છતાં અભિનેતા એક પછી એક ફિલ્મ માટે વાતચીત કરી રહ્યો છે.
આદિત્ય ચોપરા પઠાન ફિલ્મમાંના જોનના પાત્ર જિમ પર પ્રીકવલ બનાવી રહ્યો છે. હવે નવા સમાચાર એ છે કે, જોન અબ્રાહમ અને રોહિત શેટ્ટી એક વિષય પર લાંબા સમયથી વાતચીત કરી રહ્યા છે. સમૂસુથરું પાર પડશે કે તેઓ ફિલ્મ પર કામ શરૂ કરી દેશે.
જોને કહ્યું હતું કે, અમે સાથે કામ કરવા ઉત્સાહિત છીએ. અમે એક ફિલ્મ માટે વાતચીત કરી રહ્યા છીએ. મને આશા છે કે, જલદી જ અમે આ ફિલ્મ વિશે નિર્ણય લઇ લેશું. અમારી ફિલ્મનો વિષય મજેદાર છે અને ચોક્કસ દર્શકો અને અમારા ચાહકોને પસંદ પડશે.
આ એક ધમાકેદાર ફિલ્મ બનશે એવો અમને બન્નેને વિશ્વાસ છે. જોકે આ ફિલ્મ વિશે નિર્માતા-દિગ્દર્શકોએ ફિલ્મને સત્તાવાર સમર્થન આપ્યું નથી.SS1MS