શાહરૂખ ખાનનો ફેન બન્યો જ્હોન સીના! કિંગ ખાન સાથે ફોટો શેર કર્યો
મુંબઈ, હોલીવુડ એક્ટર અને રેસલર જ્હોન સીના પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા ભારત આવ્યા છે. તેમણે અનંત-રાધિકાના શુભ લગ્ન અને આશીર્વાદ સમારોહમાં ભાગ લીધો હતો.
આ દરમિયાન તેણે પોતાના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ પણ કરી છે. આ પોસ્ટમાં તેણે શાહરૂખ ખાન સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યાે છે અને તેના વખાણ કર્યા છે. આ સાથે જ્હોન સીનાએ અંબાણી પરિવારની આતિથ્યની પ્રશંસા કરી છે.
પોતાની પોસ્ટમાં જ્હોન સીનાએ લખ્યું, ‘તે ૨૪ કલાક શાનદાર રહ્યા. હું અંબાણી પરિવારની અજોડ હૂંફ અને આતિથ્ય માટે આભારી છું. આ અનુભવ ક્યારેય ભૂલવાનો નથી. આ સમય દરમિયાન મને અસંખ્ય મિત્રો સાથે જોડાવાનો મોકો મળ્યો. આમાં એ પણ સામેલ છે કે હું શાહરૂખ ખાનને મળ્યો અને તેને અંગત રીતે કહી શક્યો કે તેણે મારા જીવન પર કેટલી સકારાત્મક અસર કરી છે.
અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં જોન સીના બ્લેક બ્લેઝરમાં જોવા મળ્યો હતો. શાહરુખ ખાન પણ શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો. જ્હોન સીના અનંત-રાધિકાના લગ્નના સમારોહમાં બોલિવૂડ સેલેબ્સ સાથે જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
તેણે અનંત અંબાણી, અનિલ કપૂર અને રણવીર સિંહ સાથે માય નેમ ઈઝ લખન ગીત પર ડાન્સ પણ કર્યાે હતો. તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ લગ્નમાં જ્હોન સીના પરંપરાગત લુકમાં જોવા મળ્યો હતો. તે સ્કાય બ્લુ કલરના બ્લેઝર અને સફેદ પેન્ટમાં જોવા મળ્યો હતો. કેમેરા માટે પોઝ આપતી વખતે, અભિનેતા હાથ જોડીને પ્રણામ કરતો જોવા મળ્યો હતો. જોન સીનાની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.SS1MS