અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ સાથે જ્હોનની ‘વેદા’ ભીડાશે
મુંબઈ, અલ્લુ અર્જૂનની ‘પુષ્પા’ ૨૦૨૧માં રિલીઝ થઈ હતી ત્યારથી તેના ફૅન્સ ‘પુષ્પા ૨’ની રાહ જોઈ રહ્યા હતા. ‘પુષ્પા’એ તો કમાણીના બધાં જ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. હવે અંતે જ્યારે ફૅન્સની આતુરતાનો અંત આવી રહ્યો છે. આમાં પણ અલ્લૂ અર્જૂન સાથે રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે.
જેમાં ફરહાદ ફાઝિલ પણ છે એવી આ ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. પરંતુ હવે સમાચાર એવા છે કે આ જ દિવસે જોહ્ન અબ્રાહમની જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તેવી ‘વેદા’ પણ આ જ દિવસે રિલીઝ થશે. તરણ આદર્શે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ૧૫ ઓગસ્ટે આ બંને ફિલ્મો વચ્ચે મહાક્લેશ થશે. હવે જોવાનું છે કે આ બંનેમાંથી દર્શકોને કઈ ફિલ્મ પસંદ પડે છે.
તરણ આદર્શે ટ્વીટ કરતાં લખ્યું કે, “જ્હોન અબ્રાહમ, નિખિલ અડવાણી અને ઝી સ્ટુડિયોઝની ‘વેદા’ ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે. ‘બાટલા હાઉસ’ અને ‘સત્યમેવ જયતે’ બાદ જ્હોન અબ્રાહમ અને નિખિલ અડવાણીની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. જે સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થશે.” ‘વેદા’માં શર્વરી વાઘ અને અભિષેક બેનર્જી સાથે તમન્ના ભાટિયા પણ લીડ રોલમાં જોવા મળશે.SS1MS