જોન્ટીએ તેની દિકરીને ઇન્ડિયા નામ આપ્યું છે
નવી દિલ્હી, બાળકોના નામ યૂનિક રાખવા ઇચ્છતા હોય તેવા માતા-પિતા ખૂબ જ સમજી-વિચારીને નામ આપતા હોય છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરે જે કર્યુ છે, તે જાણીને કદાચ તમે અંદાજ પણ નહીં લગાવી શકો કે બાળકોને આવા નામ પણ આપી શકાય છે.
વર્ષ ૨૦૧૫માં જાેન્ટી રોડ્સની પત્નીએ એક દિકરીને જન્મ આપ્યો હતો. જાેન્ટીએ તેની દિકરીને જે નામ આપ્યું છે, તે સાંભળીને તમે ચોંકી જશો.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર જાેન્ટી રોડ્સ વિશ્વની જાણીતી હસ્તીમાંથી એક છે અને તેને પોતાના કરિયર દરમિયાન પ્રશંસકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં લાંબા સમય સુધી મુંબઇ ઇન્ડિયન્સના કોચ તરીકે જાેડાયેલા રહ્યા અને આ કારણથી તેને ભારતમાં લાંબો સમય સુધી સમય વિતાવવાનો મોકો મળ્યો છે.
જાેન્ટીએ તેની દિકરીને જે નામ આપ્યું તે જાણીને તેના ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા, એટલું જ નહીં, આ નામથી ટ્વીટર પર નેશનલ ટ્રેન્ડ બની ગયું હતું.
વર્ષ ૨૦૧૭માં જાેન્ટીની દિકરીના બીજાં બર્થ ડે પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટર પર જાેન્ટી અને તેની દિકરીનો ફોટો પોસ્ટ કરીને આ યૂનિક નામનો ઉલ્લેખ કરીને બર્થ ડે વિશ કર્યુ હતું. અહીં જાણો, જાેન્ટીએ પોતાની દિકરીને શું નામ આપ્યું છે.
જાેન્ટીએ તેની દિકરીને ઇન્ડિયા નામ આપ્યું છે, કપલે દિકરીને આ નામ આપીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. આ નામ પર જાેન્ટીએ કહ્યું કે, મેં અહીં ઘણો સમય વિતાવ્યો છે, ભારત વિશે જે મને પસંદ છે તે છે અહીંની સંસ્કૃતિ, વિરાસત અને પરંપરાનું સમૃદ્ધ મિશ્રણ. ભારત ખૂબ જ આધ્યાત્મિક દેશ છે અને મને આ સંયોજન ખૂબ જ પસંદ છે.
દિકરીને ઇન્ડિયા નામ આપવાથી જાેન્ટી ખૂબ જ ખુશ હતા, તેઓએ કહ્યું કે ભારત જેવા નામની સાથે તેમની દિકરીની પાસે બે વિશ્વને સમેટવાની ખૂબી અને એ પ્રકારનું સંતુલન હશે. તમે પણ જાેન્ટીની માફક કેટલાંક દેશોના નામ પર બાળકોનું નામ રાખી શકો છો.
અહીં બેબી માટે કેટલાંક નામોનું લિસ્ટ આપી રહ્યા છીએ. આ ઇંગ્લિશ નામ છે અને ફ્લોરેન્સ નામથી ઇટલીમાં એક શહેર પણ છે. ફ્લોરેન્સનો અર્થ છે સમૃદ્ધ અથવા સંપન્ન, તમે બાળકને આ અંગ્રેજી નામ આપી શકો છો. આ લોકપ્રિય નામ આર્યલેન્ડની સૌથી લાંબી નદી શેનૉન નદીના નામથી આવ્યું છે. આ નામ એક પૌરાણિક દેવી સિયોનન સાથે જાેડાયેલું છે, જેનો સંબંધ નદી સાથે હતો.
આર્યલેન્ડના એક શહેરનું નામ પણ શેનૉન છે. ઓસ્ટ્રેલિયાના સૌથી મોટાં શહેરોમાંથી એક સિડની નામ ૧૭૮૮માં થોમસ ટાઉનશેન્ડ પ્રમ વિસ્કાઉન્ટ સિડનીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. આ નામ બાળકીઓ માટે વધારે પસંદ કરવામાં આવે છે.
આ નામ ઓગસ્ટિનના મધ્યકાલીન નામથી ઉત્પન્ન થયું છે, તે ટેક્સાસના એક શહેરનું નામ પણ છે. ખાસ કરીને બેબી-બોયના ટોપ ૧૦૦ નામોમાં ઓસ્ટિન નામ પણ આવે છે. ફ્રાન્સની રાજધાની પેરિસને આ નામ પ્રાચીન સેલ્ટિક જનજાતિથી મળ્યું છે, જેને પેરિસિના નામે પણ ઓળખવામાં આવે છે. અમેરિકામાં બાળકીઓ માટે આ નામ ખૂબ જ પોપ્યુલર છે.SS1MS