પત્રકાર મહેશ લાંગા સામે 40 લાખ પડાવ્યાંની વધુ એક ફરિયાદ નોંધાઈ
અમદાવાદ, અનેક કૌભાંડ આચરનાર પત્રકાર મહેશ લાંગા સામે રૂપિયા ૪૦ લાખ પડાવી લીધા હોવાની વધુ એક ફરિયાદ એક ખેડૂતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
ભુવાલડીના ખેડુત જનકભાઈ ઠાકોરની ર૦ર૦માં મહેશ લાંગા સાથે મુલાકાત થઈ હતી ત્યારે મહેશે પોતે રાજકીય વર્ગ ધરાવતા અને એક ન્યુઝ પેપરમાં સિનિયર આસિસ્ટન્ટ પત્રકાર તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. કોઈપણ ડખા વાળી જમીનની મેટર આવે તો તે મેટર હું નિકાલ કરી આપીશ તેવી વાત કરી ટુકડે-ટુકડે ર૦ લાખ પડાવ્યા હતા.
પછી તમારો આર્ટિકલ છપાવીશ અને સમાજમાં સારી પ્રસિદ્ધિ મળશે જેના બદલામાં તમારે ર૦ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહી ન્યુઝ પેપરમાં તમારા વિરુદ્ધના ખોટા આર્ટિકલ છપાવી સમાજમાં બદનામી કરી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી બીજા ર૦ લાખ પડાવ્યા હતા.