જૉય ઇ બાઇકે આયર્લેન્ડમાં ભારતીય ટીમને સ્પોન્સર બનવા જોડાણ કર્યું
![‘Joy E Bike Powered By’ sponsor of the India Tour of Ireland 2022](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/Joy-E-Bike-Electrifying-Cup_2022.jpg)
વડોદરા, ક્રિકેટ સાથે પોતાના લાંબા ગાળાના સંબંધને મજબૂત કરીને વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડ આયર્લેન્ડમાં વર્ષ 2022માં ભારતીય ટીમના આગામી પ્રવાસની અધિકૃત પાવર્ડ બાય સ્પોન્સર બની છે. વોર્ડવિઝાર્ડ દેશમાં અગ્રણી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બ્રાન્ડ જૉય ઇ-બાઇકની ઉત્પાદક છે અને સીરિઝના અધિકૃત સ્પોન્સર જૉય ઇ-બાઇક પાવર્ડ બાય સ્પોન્સર તરીકે ઓળખાશે. ‘Joy E Bike Powered By’ sponsor of the India Tour of Ireland 2022
ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 અને 28 જૂન, 2022ના રોજ ડબ્લિનમાં મેલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડમાં ટી20 સીરિઝની બે મેચ રમાશે.
આ જોડાણના ભાગરૂપે જૉય ઇ-બાઇક બંને મેચો માટે જૉય ઇ બાઇક ઇલેક્ટ્રિફાઇંગ સુપર 6’s એવોર્ડ અને ‘જૉય ઇ-બાઇક ઇલેક્ટ્રિફાઇંગ પાવર્ડ બાય’ મેન ઓફ ધ સીરિઝ એવોર્ડ એનાયત કરશે.
ઉપરાંત જૉય ઇ-બાઇકના લોગો ડિજિટલ સ્ક્રીન, બેકડ્રોપ અને પ્લેકાર્ડ પર જોવા મળશે, જેના પગલે સ્પોર્ટિંગ સ્પેસમાં કંપની વિશે વધુને વધુ લોકો વાકેફ થશે.
જૉય ઇ-બાઇક ક્રિકેટની રોમાંચકતાનો પર્યાય છે તથા ક્રિકેટ સાથે સંબંધિત વિવિધ ટૂર્નામેન્ટ અને ટીમો સાથે જોડાયેલી રહી છે. કંપની સમગ્ર ભારતમાં રમતને ભરપૂર સાથસહકાર પ્રદાન કરે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2021 એડિશન માટે જૉય ઇ-બાઇકે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે એના અધિકૃત ઇવી પાર્ટનર તરીકે જોડાણ કર્યું હતું.
આ વિશિષ્ટ જોડાણ પર વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યતિન ગુપ્તેએ કહ્યું હતું કે, “એક બ્રાન્ડ તરીકે વોર્ડવિઝાર્ડે ક્રિકેટની રમત અને એની રોમાંચકતાને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. એનું કારણ છે – ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી,
પણ તેની સાથે લોકોની લાગણી જોડાયેલી છે, જે દેશને એકતાંતણે જોડે છે અને પ્રેરિત કરે છે. ઉપરાંત દુનિયાભરમાં ક્રિકેટ પ્રત્યેની ચાહનાનો વિચાર કરીને વિવિધ પ્રકારના વર્ગો સુધી પહોંચવા આ આદર્શ પ્લેટફોર્મ છે. એટલે રમત પર અમારા અભિગમને જાળવીને અમને “આયર્લેન્ડની ભારતની વર્ષ 2022ની આગામી ટૂર” માટે મુખ્ય સ્પોન્સર – જૉય ઇ બાઇક-પાવર્ડ બાય સ્પોન્સરશિપ તરીકે “આયરિશ ક્રિકેટ યુનિયન કંપની લિમિટેડ” સાથે જોડાણ કરવાની ખુશી છે.
આ જોડાણ કંપનીનું દુનિયાભરમાં બ્રાન્ડ વિઝિબિલિટી વધારવા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ-બિલ્ડિંગ પહેલ અંતર્ગત વ્યૂહાત્મક પગલું ગણી શકાશે. આ જોડાણ તમામ બજારોમાં બ્રાન્ડ રિકોલ વેલ્યુ વધારશે એવી ધારણા છે. ટૂર્નામેન્ટમાં બે મેચ છે તથા અમે રોમાંચક મેચ જોવા આતુર છીએ. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.”
આ જોડાણ પર ક્રિકેટ આયર્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી વોરેન ડ્યુટ્રોમે કહ્યું હતું કે, “જૉય ઇ-બાઇક સાથે આ મેચ સીરિઝના પાવર્ડ બાય સ્પોન્સર તરીકે જોડાણ કરવાની અમને ખુશી છે, જે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં લીડર કંપનીઓ પૈકીની એક છે. અમે સ્થાનિક સ્તરે ક્રિકેટ ટૂર્નામેન્ટને પ્રોત્સાહન આપતા જૉય ઇ-બાઇકને જોઈ છે અને અમે દુનિયાભરમાં ક્રિકેટની આગામી વિવિધ ટૂર્નામેન્ટમાં તેમનો ટેકો મેળવવા આતુર છીએ.”
સીરિઝ અંતર્ગત બે ટી20 મેચ રમાશે, જેમાં હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમાર ભારતીય ટીમના અનુક્રમે કેપ્ટન અને વાઇસ-કેપ્ટન હશે. એન્ડ્રૂ બોલ્બર્ની આયર્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન હશે. ભારતમાં આ મેચનું જીવંત પ્રસારણ સોની લિવ અને સોની સિક્સ ચેનલ પર થશે.