અદાણી કેસમાં ભ્રષ્ટાચારની તપાસ માટે તાકીદે જેપીસીની તપાસ જરૂરી
મુંબઈ, કોંગ્રેસે ફરી એક વખત અદાણી કેસમાં ભ્રષ્ટાચારની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને સોંપવાની માંગ કરી છે. પક્ષે જણાવ્યું હતું કે, દેશની નિયમન વ્યવસ્થામાં રહેલા છીંડા, ભ્રષ્ટાચાર અને મોનોપોલીના તમામ પાસાંની સઘન ચકાસણી માટે તાકીદે જેપીસી તપાસ જરૂરી છે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે મીડિયાના એક અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, “ડાયમંડ પાવર ઇન્ળા લિમિટેડને ૨૦૧૮માં બેન્કરપ્સી કોર્ટમાં લઇ જવામાં આવી હતી. ૨૦૨૨માં ગૌતમ અદાણીના સાળાએ શ્૧,૦૦૦ કરોડનું માર્કેટ-કેપ ધરાવતી કંપની ધિરાણકારોને શ્૫૦૧ કરોડ ચૂકવી ટેકઓવર કરી હતી. ૨૦૨૨માં કંપનીનો બિઝનેસ શૂન્ય હતો, પણ ૨૦૨૩-૨૪માં તેની આવક શ્૩૪૪ કરોડ નોંધાઈ હતી.
જેનો મોટો હિસ્સો અદાણી જૂથના બિઝનેસે આપેલા ઓર્ડરનો હતો. અદાણીના બિઝનેસને કારણે ડાયમંડ પાવર ઇન્ળાનું મૂલ્ય સાત ગણું વધીને શ્૭,૬૨૬ કરોડ થયું છે.” રમેશે દાવો કર્યાે હતો કે, “સાળાની માલિકી સાથેના વ્યવહાર રિલેટેડ પાર્ટી સોદા હેઠળ આવતા નથી.
એટલે કંપનીએ તેના માલિકો સાથેનો સંબંધ વાર્ષિક અહેવાલમાં દર્શાવ્યો નથી. ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે ખુલ્લો પાડવા મોદાણી મેગા સ્કેમની જેપીસી તપાસ તાકીદે જરૂરી છે.” હિંડનબર્ગના પ્રકરણથી કોંગ્રેસ સતત અદાણી જૂથ પર આરોપો મૂકી રહી છે.
જોકે, અદાણી જૂથે તમામ આરોપો ફગાવ્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) માટે તેમના રોકાણના લાભાર્થી માલિકની માહિતી જાહેર કરવા ૯ સપ્ટેમ્બર છેલ્લી તારીખ હતી ત્યારે કોંગ્રેસે બુધવારે સેબીને પ્રશ્ન કર્યાે હતો કે, અદાણીના કેસમાં એફપીઆઇએ આવી માહિતી આપી છે? સેબીને નવો નિયમ લાવતા ૧૮ મહિના કેમ લાગ્યા? કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે જણાવ્યું હતું કે, “એફપીઆઇની ૯ સપ્ટેમ્બરની સમયમર્યાદાને બે દિવસ વીતી ચૂક્યા છે.
મોરિશિયસના બે એફપીઆઇ મોદાણી મેગા સ્કેમનો ભાગ હોવાથી અમે થોડા દિવસ પહેલાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. બંને એફપીઆઇએ વિદેશી રોકાણના નવા નિયમમાંથી તાકીદે મુક્તિ આપવા સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી.” રમેશે પ્રશ્ન કર્યાે હતો કે, “તમામ એફપીઆઇએ નવા નિયમ હેઠળ વિગત આપવાની છે? એવું હોય તો કયા એફપીઆઇ તેમાં નિષ્ફળ રહ્યા છે?”SS1MS