JSW ગ્રુપે બેંગાલુરૂ ખાતે સેન્ટર ઓફ એક્સીલન્સ સ્થાપવા MSRRT અને શારિકા સાથે એમઓયુ કર્યા
જેએસડબ્લ્યુ સેન્ટર ઓફ એક્સીલન્સ ફ્લેક્સિબલ પાવર સિસ્ટમ્સ-સ્માર્ટ ગ્રીડમાં રિસર્ચ, ટ્રેનિંગ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપશે
મુંબઈ અને બેંગાલુરુ, 12 જુલાઈ, 2024 – 24 અબજ યુએસ ડોલરના જેએસડબ્લ્યુ ગ્રૂપે વિશ્વેશ્વરૈયા ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન અને કર્ણાટક સરકાર દ્વારા માન્ય એવી સ્વાયત્ત ખાનગી એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ એમએસ રામૈયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમએસઆરઆઈટી) અને સ્માર્ટ ગ્રીડ ટેક્નોલોજીના ડિઝાઇન અને વિકાસમાં સંકળાયેલી ટેક્નિકલ નોલેજ આધારિત કન્સલ્ટન્સી અને ટ્રેનિંગ કંપની શારિકા એન્ટરપ્રાઇઝના ડિવિઝન શારિકા સ્માર્ટેક સાથે પરંપરાગત પાવર સિસ્ટમને ઇનોવેટિવ સોલ્યુશન્સ દ્વારા ફ્લેક્સિબલ પાવર સિસ્ટમમાં ફેરવવા માટે ત્રિપક્ષીય સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. JSW Group signs MOU with MSRIT and SHARIKA to establish Center of Excellence at Bengaluru.
આ ત્રિપક્ષીય સહયોગ હેઠળ સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી માટે બેંગલુરુમાં એમએસઆરઆઈટી કેમ્પસમાં જેએસડબ્લ્યુ સેન્ટર ઓફ એક્સેલન્સ (જેએસડબ્લ્યુ-સીઓ)ની સ્થાપના કરાશે. આ કરાર મુજબ, જેએસડબ્લ્યુ ગ્રુપ જેએસડબ્લ્યુ-સીઓઈને નાણાંકીય ગ્રાન્ટ પ્રદાન કરશે, એમએસઆરઆઈટી સક્રિયપણે જેએસડબ્લ્યુ-સીઓઈની સ્થાપના અને યજમાન તરીકેની મુખ્ય ભૂમિકા નિભાવશે અને શારિકા સ્માર્ટેક તેના નોલેજ પાર્ટનર તરીકે રહેશે તથા જેએસડબ્લ્યુ-સીઓઈની સ્થાપના, સંચાલન અને જાળવણીમાં મદદ કરશે.
એમઓયુના ત્રણેય પક્ષકારો ઓપરેશન સ્ટાફ, એન્જિનિયરો અને મેનેજરીયલ પ્રોફેશનલ્સ માટે સતત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને જ્ઞાન વૃદ્ધિને આગળ વધારવા માટે સમાજની સામૂહિક શક્તિનો લાભ લેશે. આ સેન્ટર ઓફ એક્સીલન્સ જેએસડબ્લ્યુ સેન્ટર ઓફ એક્સીલન્સ દ્વારા શીખવા, તાલીમ અને વિકાસ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે. આ અદ્યતન સેન્ટર ઓફ એક્સીલન્સ આગામી પેઢીના એન્જિનિયરિંગ પ્રોફેશનલ્સને ‘લેબ એઝ અ સર્વિસ’ ઓફર કરીને લર્નિંગ અને ટ્રેનિંગ મોડ્યુલ્સમાં ક્રાંતિકારી પરિવર્તનો લાવે તેમજ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરીને ટેસ્ટિંગ અને કન્સલ્ટેટિવ સપોર્ટ આપશે. તે પાવર સિસ્ટમ્સના ઝડપથી વિકસતા ક્ષેત્રમાં સતત શિક્ષણ, સ્કીલ ડેવલપમેન્ટ અને જ્ઞાનમાં વૃદ્ધિ કરશે.
એઆઈ, ડીપ લર્નિંગ, બિગ ડેટા, બ્લોકચેન, નેટવર્કિંગ અને ઓટોમેશનના આવવાથી પાવર અને એનર્જી સિસ્ટમ્સમાં નવીન હસ્તક્ષેપની માંગ નોંધપાત્ર રીતે જટિલ બની છે. એમએસઆરઆઈટી ખાતે જેએસડબ્લ્યુ સેન્ટર ઓફ એક્સીલન્સ સ્માર્ટ ગ્રીડ અથવા ફ્લેક્સિબલ પાવર સિસ્ટમ્સમાં અદ્યતન શિક્ષણ, ડિઝાઇન, વિકાસ અને અમલીકરણ ક્ષમતાઓ પ્રદાન કરીને આ જરૂરિયાતને પૂરી કરશે.
અદ્યતન કૌશલ્યો અને જ્ઞાન સાથે એન્જિનિયરો, સ્નાતકો અને ટેકનિકલ સ્ટાફને સજ્જ કરતી વખતે સ્માર્ટ ગ્રીડ પાવર સિસ્ટમ તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને, એમએસઆરઆઈટી ખાતે જેએસડબ્લ્યુ સેન્ટર ઓફ એક્સીલન્સ કુશળ કામદારોના અપગ્રેડિંગ અને ઉત્પાદનમાં સુવિધા આપશે. ઉદ્યોગની વિકસતી જરૂરિયાતોને પૂરી કરવા માટે, તે ઊર્જા ક્ષેત્રની અંદર પ્રોફેશનલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપશે.
એમએસ રામૈયા નગર, એમએસઆરઆઈટી પોસ્ટ, બેંગલુરુ – 560054 ખાતે સ્થિત, જેએસડબલ્યુ સેન્ટર ઓફ એક્સીલન્સ, પાવર સિસ્ટમ્સમાં નવીન સંશોધન, તાલીમ અને વિકાસ માટેના હબ તરીકે કામ કરશે, જે આખરે ઉદ્યોગની વૃદ્ધિ અને પ્રગતિમાં ફાળો આપશે.