ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ વિમલ વ્યાસે શપથગ્રહણ કર્યા
ગુજરાત હાઇકોર્ટ ખાતે મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલની અધ્યક્ષતામાં નવનિયુક્ત ન્યાયાધીશશ્રીનો શપથગ્રહણ સમારોહ યોજાયો. Judge Vimal Vyas took oath at the Gujarat High Court
કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી અને નવનિયુક્ત ન્યાયાધીશશ્રીના પરિજનોની ઉપસ્થિતિ
ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશ શ્રી વિમલ વ્યાસનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે નવનિયુક્ત ન્યાયાધીશ શ્રી વિમલ વ્યાસને શપથ લેવડાવ્યા હતા. આ તકે કાયદામંત્રી શ્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ શપથગ્રહણ સમારોહમાં એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી તથા હાઈકોર્ટના જજીસ, વરિષ્ઠ ધારાશાસ્ત્રીશ્રીઓ અને નવનિયુક્ત ન્યાયાધીશશ્રીના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા.