SMCનાં ખેલકુદ કેોશલ્ય કાર્યક્રમ અંતર્ગત જુડો રમતની સ્પર્ધાઓ યોજાઇ
મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓમાં રમતગમતનું સ્તર સુધારવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં સહયોગથી શરૂ કરવામાં આવેલ સુમન ખેલકુદ કેોશલ્ય સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતનાં કોચીસ ઘ્વારા મ્યુનિસિપલ શાળાઓમાં તાજેતરમાં જુડો રમતની સઘન તાલીમ આપવામાં આવેલ
અને આ વિધ્યાર્થીઓને પોતાનું કેોશલ્ય દાખવવાની તક મળે તે માટે નગર પ્રાથમિક શાળાનાં વિધ્યાર્થીઓ, સુમન શાળાનાં વિધ્યાર્થીઓ અને ખાનગી શાળાનાં વિધ્યાર્થીઓને એકત્રિત કરી તા.૧૦/૦૭/ર૦ર૪ નાં રોજ અડાજણ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ઇશ્વર કુંજ સોસાયટીની સામે, નાગરદાસ હોલ પાસે, અડાજણ, સુરત ખાતે જુડો રમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક સમિતિ અઘ્યક્ષા શ્રીમતી સોનલબેન દેસાઇ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી માનીબેન ગજજર ઉપસ્થિત રહી સ્પર્ધકોમાં ઉત્સાહ વધારી પ્રોત્સાહન આપેલ તેમજ જીલ્લા વિકાસ રમત અધિકારીશ્રી કનુભાઇ રાઠોડ જુડો એસોસીએશન પ્રમુખ શ્રી પ્રભાકરભાઇ નિકમ અને ડીસ્ટ્રીક કોચ-જુડો અંકિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ તેમના સહયોગથી સ્પર્ધા કરેલ હતી.
જેમાં વિધ્યાર્થીઓ ભાઇઓ અને બહેનો મળીને કુલ ૧૧૭ ખેલાડીઓ ઘ્વારા ઉત્સાહપુર્વક ભાગ લેવામાં આવેલ હતો અને નોક-આઉટ ધોરણે મેચીસ રમાડવામાં આવેલ આવી હતી.
જેમાં ભાગ લેનાર તમામ વિધ્યાર્થીઓ ઘ્વારા ખેલદિલી પુર્વક હરીફ ખેલાડીઓને બિરદાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ આગળ વધારતા, આગામી દિવસોમાં દરેક ઝોનમાં દર માસમાં એક વખત મ્યુનિસિપલ સ્કુલોના વિધ્યાર્થીઓને અન્ય રમતોની પણ તાલીમ આપી, વિવિધ સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવશે.