Western Times News

Gujarati News

જુહાપુરામાં મેગા ડિમોલિશન ર૯ર જેટલા દબાણો દૂર કરાયા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ગેરકાયદે વસાહતો અને મિલ્કતો પર મનપા દ્વારા સમયાંતરે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં ૨૯૨ મકાનો અને દુકાનો પર બુલડોઝરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. મનપાની નોટિસ બાદ લોકોએ તાત્કાલિક મકાનો ખાલી કરી દીધા હતા. જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ અમદાવાદ શહેરમાં આવેલા ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામને જમીન દોસ્ત કરાયા હતા.

આ અગાઉ ગુરુવારે રખિયાલ ખાતે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક પરિવાર દ્વારા પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી નમાજની જગ્યા બનાવી હતી તેને તોડી પાડવામાં આવી હતી. ૩૫૦થી વધુ પોલીસકર્મીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કાર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી શરુ કરવામાં આવી હતી.

બુલડોઝર દ્વારા બાંધકામો તોડી પાડવામાં આવતાં સ્થાનિક રહેવાસીઓના ટોળા ડિમોલિશન જોવા માટે એકઠા થયા હતા. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં રખિયાલ ખાતે ૩૦થી વધુ ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા હતા. દરમીયાન આજે પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનની ટીમે જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.