Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં આતંકી હુમલોઃ 44થી વધુના મોત

 (જૂઓ વિડીયો) ખૈબર પખ્તુનખ્વા રાજ્યના બાજૌરમાં જમિયત ઉલેમા ઈસ્લામની રેલીમાં બ્લાસ્ટ; ફિદાયીન હુમલાની આશંકા

કરાચી, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના બાજૌરમાં રવિવારે એક રાજકીય રેલી દરમિયાન બ્લાસ્ટ થયો હતો. પોલીસે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર- 44 લોકોના મોત થયા છે અને ૨૦૦ લોકો ઘાયલ છે.

ઘટના બાજૌરના ખાર વિસ્તારની છે. The death toll due to an alleged suicide blast at a Jamiat Ulema Islam-Fazl (JUI-F) workers’ convention in #Pakistan’s #KhyberPakhtunkhwa province has increased to 44, officials said.

શાસક ગઠબંધનનો ભાગ જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલ ની રેલી અહીં ચાલી રહી હતી. JUI-Fના વરિષ્ઠ નેતા હાફિઝ હમદુલ્લાહ આ રેલીને સંબોધિત કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેઓ અહીં પહોંચી શક્યા ન હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં હાફિઝે કહ્યું- આ વિસ્ફોટમાં અમારા લગભગ ૩૫ કાર્યકરો માર્યા ગયા છે. હું આ ઘટનાની નિંદા કરું છું. આવા હુમલાઓથી અમારું મનોબળ ઓછું નહીં થાય.

હાફિઝે આગળ કહ્યું- આ પ્રકારના હુમલા ભૂતકાળમાં પણ થતા રહ્યા છે. તેમની ઉંડાણપૂર્વક તપાસ થવી જાેઈએ. અમને કોઈપણ પ્રકારની સુરક્ષા પણ આપવામાં આવતી નથી. અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું.

પોલીસના જણાવ્યા અનુસાર- બ્લાસ્ટ લગભગ ૪.૩૦ વાગ્યે થયો હતો. આ સમયે રેલીમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. એવું માનવામાં આવે છે કે હુમલાખોર પાર્ટીના સમર્થકો વચ્ચે જ હાજર હતો. એટલા માટે તેને ફિદાયીન હુમલો માનવામાં આવી રહ્યો છે.

JUI-Fના વડા મૌલાના ફઝલે ઘટના બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે વાત કરી અને તેમને વિગતવાર માહિતી આપી. સરકારે પણ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ફઝલે સમર્થકોને કહ્યું- તમે લોકો તાત્કાલિક હોસ્પિટલ પહોંચો અને ઘાયલોને લોહી આપો.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીના કહેવા પ્રમાણે, આ હુમલો દેશને કમજાેર કરવાનું વધુ એક ષડયંત્ર છે. આતંકવાદીઓનો સામનો કરવા માટે સરકાર કોઈપણ હદ સુધી જઈ શકે છે. JUI-F એક કટ્ટર ઇસ્લામિક સંગઠન છે અને તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને અફઘાન તાલિબાન સાથે ગાઢ સંબંધો

ધરાવે છે. તેથી, આ વિસ્તારમાં તાલિબાનોએ હુમલો કર્યો હોવાની શક્યતા ઓછી છે. હવે સવાલ એ છે કે તાલિબાનોએ હુમલો ન કર્યો તો તેની પાછળ કોનો હાથ હશે. પાકિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે મંત્રણા કરાવવામાં જમીયતના વડા મૌલાના ફઝલ-ઉર-રહેમાનની મહત્વની ભૂમિકા હતી.

જાેકે બાદમાં મંત્રણા નિષ્ફળ ગઈ હતી. પાક મીડિયાના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ JUI-F કાર્યકર્તાઓના સંમેલનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ દુબઈ મોડ પાસે થયો હતો. રેસ્ક્યુ ૧૧૨૨ના પ્રવક્તા બિલાલ ફૈઝીએ જણાવ્યું કે પોલીસ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા. પોલીસની મોટી ટુકડીએ વિસ્તારને ઘેરી લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.