ઝઘડિયાની દીકરીએ ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું
(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રહેતા ઈવલેસ ધાગના પુત્રી ખુશી બારડોલીની ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં ૨૦૧૯-૨૨ દરમ્યાન ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગની ફેકલ્ટીમાં જાેડાઈ એડમિશન મેળવ્યું હતુ.ડિપ્લોમાના રીઝલ્ટ ચાલુ માસે પ્રસિદ્ધ થયા હતા.જેમાં ખુશી ધાગને ફર્સ્ટ રેન્ક મળ્યો હતો અને ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ તેણે ડિસ્ટ્રિક્શન સાથે પાસ કર્યું હતું.
આ પ્રસિદ્ધિ બદલ ઉકા તરસાડિયા યુનિવર્સિટી દ્વારા ખુશીને ગોલ્ડ મેડલ થી પુરસ્કૃત કરવામાં આવી હતી.ખુશીની આ સિદ્ધિથી રાણીપુરા ગામ સહિત ઝઘડિયા તાલુકાનું ગૌરવ તેણીએ વધાર્યું છે.સૌએ તેને ખૂબ આગળ વધોના આશીર્વાદ આપ્યા હતા. એન્ડલેશ એજ્યુકેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ખુશી ધાગને ગોલ્ડ મેડલ મેળવવા બદલ પત્ર લખી અભિનંદન પાઠવ્યા હતા અને તેણીને એન્ડલેશ સંસ્થા દ્વારા તેમની સર્વિસ માં ભારત દેશ બહાર અભ્યાસ માટેની સર્વિસમાં સ્કોલરશિપ આપવાની ભલામણ કરી છે.