Western Times News

Gujarati News

જૂનાગઢમાં ઈમ્પેક્ટ ફી માટે ૩૦૦ અરજી સામે માત્ર  ૪૦ મંજુર

2022 was a year of recovery and growth for the Indian residential market

જૂનાગઢ, જૂનાગઢ મહાનગરમાં ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા માટેની જાહેરાત અંતર્ગત અત્યાર સુધીમાં ૩૦૦ અરજી મળી છે. જેમાં ૪૦ અરજી મંજુર કરવામાં આવી છે. ર૬૦ અરજી કાર્યવાહી નીેચે હોવાનું એસટીપીમાં બિપીન ગામીતે જણાવ્યુ હતુ.

રાજ્ય સરકારના વટહુકમને પગલે જૂનાગઢમાં ગેરકાયદે બાંધકામ નિયમિત કરવા મનપાએ વારંવાર લોક દરબાર યોજી ક્યા પ્રકારના બાંધકામ નિયમિત થઈ શકે. કયા પ્રકારના ઈમ્પેક્ટ ફીમાં સમાવેશ નથી તેની જાણકારી આપી હતી.

આ કાયદા હેઠળ જૂનાગઢ મહાનગરમાંથી ૩૦૦ અરજી ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવા માટેની અરજી આવી છે. તેમાં ૧પ૦ અરજી જૂની છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમ્યાન અત્યાર સુધીમાં ૬૦ બાંધકામ નિયમિત કરવામાં આવ્યા છે.

બાકીના ર૪૦ અરજીની તપાસ ચાલી રહી છે. આ માટે જરૂરી કાર્યવાહી કર્યા બાદ નિયમ મુજબ નિર્ણય કરવામાં આવશે. જૂનાગઢમા ગેરકાયદેે બાંધકામ કે જે ઈમ્પેક્ટ ફી લઈને નિયમિત કરી શકાય એવા છે તેના માટે જે તે મિલકતના માલિક જાગૃત તો આવા બાંધકામ પણ નિયમિત થઈ શકે.

શહેરમાં હાલ તો ગેરકાયદેેસર બાંધકામ સંખ્યાબંધ ખડકાયા છેે. મહાનગરપાલિકા મિલકતોની ખરાઈ કરે તો જ સાચી હકીકત મળી શકે એમ છે. પણ સર્વેની કામગીરીમાં કચાશ હોય તેમ આવેલ અરજીની સંખ્યા પરથી ફલિત થાય છે.

મહાનગરમાં મિલકતોના નિષ્ઠાપૂર્વક સર્વે કરવામાંઅ ાવે તો હજારોની સંખ્યામાં ગેરકાયદેસર અને નિયમ વિરૂધ્ધ બાંધકામો મળી શકે તેમ છે. પણ યોગ્ય કામગીરીના અભાવે અલ્પસંખ્યક લોકો જ આગળ આવે છે. બીજુ ઈમ્પેક્ટ ફીની ઉંચી આકારણી મધ્યમ અને ગરીબ વર્ગનેે પરવડે તેમ નથી. તે પણ હકીકત છે. પણ તેની ચિંતા કરનાર કોઈ નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.