Western Times News

Gujarati News

જૂનાગઢમાં 397 કરોડના ખર્ચે વિકાસ કાર્યો થશેઃ નવ નિર્મિત 10 કામોનુ લોકાર્પણ

File

વિકાસ કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિશેષ ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રી : સૌને સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને વિકાસ કામોમાં ટોચના સ્થાને પહોંચાડવા અનુરોધ

રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોંકળા સફાઈની કામગીરી માટે જૂનાગઢ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાણાંના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહીં તે માટે આગવું નાણાંનું વ્યવસ્થાપન કર્યું છે

રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરના રૂ.૩૮૪ કરોડના ૮૧ પ્રજાલક્ષી કામોનુ ખાતમુહૂર્ત અને રૂ. ૧૨.૮૬ કરોડના ખર્ચે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢવાસીઓને રૂ. ૩૯૭ કરોડના ૯૧ વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરથી વિડિયો કોન્‍ફરન્‍સના માધ્યમથી આપતા જણાવ્યું કેરાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના ઈ- લોકાર્પણ-ખાતમુહૂર્તથી ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ રાજ્ય બનાવવાની દિશા આપી છે. ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છેનરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શહેરી વિકાસની નવી પ્રણાલી પ્રસ્થાપિત થઈ છેવધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતર માળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાણાંના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહિ તે માટે આગવું નાણાં વ્યવસ્થાપન પણ કર્યું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેતાજેતરમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના માળખાકીય વિકાસના કામો માટે રૂ. ૨૧૧૧ કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યા છે તેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. ૩૪.૪૦ કરોડ ફાળવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મુકતા જણાવ્યું કેજૂનાગઢ મહાનગરપાલિકા વિકાસ કામોમાં નંબર વન બને તેવું આયોજન થયું છે અને સૌ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

કેન્‍દ્ર સરકારના બજેટમાં શહેરી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છેઆપણા શહેર ગ્રોથ હબ બને તેવી નેમ પણ આ બજેટમાં રાખવામાં આવી છે. ગુજરાતના સહિત દેશના ૧૦૦ મોટા શહેરોમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓ સાથે મળીને વોટર સપ્લાયસુએઝ ટ્રીટમેન્ટ તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના પ્રોજેક્ટ પર પણ ભાર અપાયો છે તેની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

લોક ભાગીદારીથી કેવા સારા પરિણામ મળી શકે તે જૂનાગઢના લોકોએ કરી બતાવ્યું છેગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના વોંકળામાં કાપમાટીઝાડી-ઝાંખરા કારણે પાણી ભરાવાની મોટી સમસ્યા હતી. તેના કારણે ઘણું નુકસાન પણ થયું હતું. પણ આ વર્ષે જૂનાગઢ મહાનગરપાલિકાએ ૯ કિમી જેટલા લાંબા કાળવા વોંકળાનું PPP મોડલ પર ડીસિલ્ટિંગ કરીને આ સમસ્યાનો હલ કરવાનો સરહાનીય પ્રયાસ કર્યો છે. તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોંકળા સફાઈની કામગીરી માટે જૂનાગઢ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતાં.

મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન ગ્રોથ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક પેડ માં કે નામ‘ ની પહેલને સાકાર કરવા જૂનાગઢ મહાનગરપાલિકા ૨૫,૦૦૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છેતેને બિરદાવતા જૂનાગઢ વાસીઓને પણ તેમાં જોડાવા માટે અપીલ કરી હતી.

કૃષિ રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યુ કેજૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડડ્રેનેજ લાઇનસ્વિમિંગ પુલજી આઇ એસ બેઇઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું રૂ. ૩૯૭.૭૮ કરોડના ખર્ચે ઇ લોકાર્પણ અને ઇ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. શહેરી વિકાસના આ કાર્યો થકી રોજગારીનું સર્જનકરવેરાની આવકમાં ઉમેરોશહેરી અને આર્થિક વિકાસ થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના “વિકસિત ભારત ૨૦૪૭” ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી કરી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કેશહેરના જોશીપુરા વિસ્તારના વેપારીઓના કોમર્શિયલ કોમ્પલેક્ષને લગતા પ્રશ્નનું પણ નિવારણ આવ્યું છે. શહેરમાં નરસિંહ મહેતા સરોવર અને વિલિગ્ડન ડેમના વિકાસ માટેના વિકાસકાર્યો તેમજ શહેરને ૨૫ ઇ-બસ ફાળવવામાં આવશે.

આ પ્રસંગે મેયર શ્રીમતી ગીતાબેન પરમારે જૂનાગઢ શહેરના જુદા જુદા વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાયહેરિટેજ બિલ્ડીંગ નરસિંહ મહેતા વિદ્યામંદિરના નવીનીકરણમનાપા વિસ્તારમાં જીઆઈએસ બેસ મેપિંગસોલિડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટઇન્દ્રેશ્વર મંદિર ખાતેના વિકાસ કાર્યો સહિતના વિકાસ કાર્યોના થયેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કેરાજ્યના સરકારના અનુદાનથી જૂનાગઢ શહેરમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. તેમણે જોષીપરા ખાતેના કોમર્શિયલ શોપિંગ સેન્ટરના દબાણના પ્રશ્નનો હકારાત્મક નિકાલ માટે મુખ્યમંત્રીશ્રીનો વિશેષ આભાર માન્યો હતો. મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલકૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોને આવકારતા શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચાકલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાસ્ટેંન્ડિગ કમિટિના ચેરમેન હરેશભાઈ પરસાણાશહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માશાસક પક્ષના નેતા કિરીટભાઈદંડક શ્રી અરવિંદભાઈ ભલાણીબાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ પોશિયાવોટર વર્કસ સમિતિના ચેરપર્સન કુસુમબેન અકબરીઅગ્રણી સર્વશ્રી પ્રદીપ ખીમાણીભરત ગાજીપરામનન અભાણીવિનુભાઈ ચાંદીગરા સહિતના મહાનુભાવો અને જૂનાગઢ શહેરના નગરજનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.