તૂટેલા રસ્તા, ગંદા પાણી મામલે કોંગ્રેસનો તંત્ર સામે મોરચો
કોંગ્રેસ દેખાવો કરીને મનપાના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું
જૂનાગઢ, જૂનાગઢમાં ભારે વરસાદ પછી શહેરના રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. જેનાથી નગરજનોને વારંવાર મુશ્કલી પડી રહી છે. ઉપરાંત ગંદા પાણી ગટર સહીતના મામલે જુનાગઢ કોગ્રેસ આજે મોરચો કાઢીને મ્યુનિ. કમીશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જુનાગઢ શહેર કોગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હુતં કે આવનાર સમયમાં નવરાત્રી અને દિવાળીનો તહેવાર નજીક છે. ત્યારે હાલ જુનાગઢ શહેરના મુખ્ય રસ્તા પર ધુળની ડમરીઓ ઉડી રહી છે.જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે છે. અને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ રસ્તાઓનું તાત્કાલીક નવીનીકરણ કરવામાં આવે તેમજ જે અન્ય રસ્તાઓ ગેરંટી પીરીયડમાં છે.
તેને વહેલી તકે નવીની કરણ કરવામાં આવે તેમજ જુનાગઢ શહેરમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડેલ છતાં પણ શહેરના ઘણા વિસ્તારોમાં પાંચથી છ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે. અને તે પણ ગંદુ પાણી મળે છે. ત્યારે વહેલી તકે પાણીની સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં આવે. જુનાગઢ મહાનગરપાલિકાના ડે.કમીશન એ. એસ. ઝાપડાએ મીડીયાને જણાવ્યું હતું કે
જુનાગઢ શહેરના કુલ ર૩ મુખ્ય રસ્તાઓ પર નાના મોટા ખાડાઓ ધ્યાને આવ્યા છે. જયારથી વરસાદે વિરામ લીધો છે. ત્યારથી આ ખાડાઓ પુરાવાન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આ ર૩ રોડ સિવાયના ૧૭ રોડ હાલ ગેરેન્ટી પીરીયડ પર છે. જેના પર જે તે એજન્સી દ્વારા હાલ ડામરનું પેચ વર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે.