૧૯ જણસીઓથી ઉભરાયું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ
જૂનાગઢ, આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી, ત્યારે તુવેર, ઘઉં અને મગફળીની આવક તથા ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ જોવા મળી હતી. આજે કુલ ૧૯ જણસીઓની આવક નોંધાઇ હતી, જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે.
કારણ કે, ટેકાના ભાવ કરતા ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે, જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આજે તુવેરની ૨,૭૮૩ Âક્વન્ટલની આવક નોંધાઈ હતી. યાર્ડમાં આજે ખેડૂતોને તુવેર સારા એવા ભાવ મળ્યા હતા.
આજે ૨,૭૮૩ Âક્વન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઉંચો ભાવ ૨,૨૫૧ રૂપિયા એક મણનો નીચો ભાવ ૧,૯૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૧,૯૭૦ રૂપિયા નોંધાયો હતો. આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો, જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા.
અડદની આજે આવક નોંધાઈ નથી. જૂનાગઢ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઇ હતી, ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યાં હતા. યાર્ડમાં તલ, જીરું, ઘઉં, ધાણા, સોયાબીન, તુવેરના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. ટુકડા ઘઉંની ૨,૮૦૯ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૬૩૪ એક મણનો નીચો ભાવ ૪૪૦ અને એક મણનો સામાન્ય ભાવ ૪૮૦ નોંધાયો હતો.
લોકવન ઘઉંની ૨,૭૩૩ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઉંચો ભાવ ૫૫૧ એક મણનો નીચો ભાવ ૪૨૦ અને સામાન્ય ભાવ ૪૭૦ રૂપિયા નોંધાયો હતો. જૂનાગઢ યાર્ડમાં આજે મગફળીની સારી આવક થઇ હતી.
યાર્ડમાં થોડા દિવસો પહેલાં ભાવનો ઘટાડો જોવા મળ્યો હતો. જે વધીને આજે યાર્ડમાં મગફળીના એક મણના ઉંચા ભાવ ૧,૨૬૮ રૂપિયા બોલાયા હતા અને નીચા ભાવ ૧,૦૦૦ રૂપિયા અને સામાન્ય ભાવ ૧,૧૦૦ રૂપિયા નોંધાયા હતા. જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે.
યાર્ડમાં આજે સોયાબીનની પણ આવક થઈ હતી. ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવ્યા હતા, ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનના ૯૦૧ રૂપિયા ભાવ બોલાયો હતો, જયારે સામાન્ય ભાવ ૮૭૫ રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ ૮૨૫ રૂપિયા રહ્યો હતો. સોયાબીનની ૧,૮૮૬ ક્વિન્ટલ આવક થઈ હતી.SS1MS