Western Times News

Gujarati News

જૂનાગઢ હત્યા કેસ: આરોપી પાસેથી બે પિસ્તોલ, એક રિવોલ્વર અને ૩૦ કારતૂસ મળ્યા

જૂનાગઢ, અતિ ચર્ચાસ્પદ બનેલા જૂનાગઢ હત્યા કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી ગેરકાયદેસર હથિયાર ઝડપાયા છે. તેની પાસેથી બે પિસ્તોલ અને એક રિવોલ્વર મળી આવી છે.

ઉપરાંત એક ગેસ ગન અને અલગ-અલગ ૩૦ જેટલા જીવતા કાર્ટીસ મળી આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી અંદાજીત ૪૭ હજારનો મુદામાલ કબજે કર્યો છે. જૂનાગઢ શહેરમાં અતિ ચર્ચાસ્પદ બનેલા સાઈનાઈડ કેસમાં સાઈનાઈડ સપ્લાય કરનાર મુખ્ય સુત્રધાર ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડ્યા છે. ગત ૨૮ તારીખના રોજ સાઈનાઈડ પીવાથી બે વ્યક્તિના મોત થયા હતા.

આ મામલે પોલીસે મૃતકની પત્ની, તેના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી હતી. બાદમાં સાઈનાઈડ સપ્લાય કરનાર ઈકબાલ ઉર્ફે આઝાદની ધરપકડ કરી હતી. પોલીસે ઈકબાલના રિમાન્ડ દરમિયાન તેની પાસેથી ગેરકાયદેસર હથિયારનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં બે પિસ્તોલ અને એક રિવોલ્વર મળી આવી છે. ઉપરાંત એક ગેસ ગન અને અલગ-અલગ ૩૦ જેટલા જીવતા કાર્ટીસ મળી આવ્યા છે.

જૂનાગઢમાં અલગ-અલગ જગ્યાએ અનેક ગુનામાં સંડોવાયેલા ઈકબાલ ઉર્ફે આઝાદ પાસેથી પોલીસે ગેરકાયદેસર હથિયારનો અંદાજીત ૪૭ હજારનો મુદામાલ કબજે કર્યો છે. જૂનાગઢમાં બે રિક્ષાચાલકોની કરાયેલી હત્યા મામલે નવો ખુલાસો થયો હતો.

આ મામલે અમદાવાદ કનેક્શન સામે આવ્યું હતું. બન્ને રિક્ષાચાલકોની હત્યામાં વપરાયેલું સોડિયમ સાયનાઇડ અમદાવાદની ટ્રેડિંગ ફર્મ ઉમા કેમિકલ્સમાંથી ખરીદવામાં આવ્યું હતું. સાડી ઉદ્યોગમાં ફેબ્રિકને ચમક આપવા માટે તેને ઉપયોગ કરવામાં આવશે, તેમ કહીને સોડિયમ સાયનાઇડ ખરીદવમાં આવ્યું હતું..

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આ કેસના મુખ્ય આરોપી આસિફ ચૌહાણના બાળપણના મિત્ર ઇકબાલ ઉર્ફે આઝાદ શેખની સાઇનાઇડ મેળવવામાં મદદ કરવા બદલ ધરપકડ કરી હતી. પોલીસે આસિફ (૩૪), મેહમુદા ઘોઘારી (૩૮) અને ઈમરાન ચૌહાણની બે ઓટો ડ્રાઈવર રફીક ઘોઘારી (૪૦) અને તેના મિત્ર ભરત ઉર્ફે જ્હોન પિટહાદિયા (૫૦)ની હત્યા બદલ ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, રફીકની પત્ની મેહમુદાનું આસિફ સાથે અફેર હતું. તેણે રફીક દ્વારા દારૂ લાવવા માટે ઉપયોગમાં લેવાતી કોલ્ડ ડ્રિંકની ખાલી બોટલમાં સાઈનાઈડ નાખ્યું હતું જે તેણે અને ભરતે શેર કર્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.