જૂનાગઢ: ઘાયલ પક્ષીઓ માટે શરૂ કરાયા સારવાર કેન્દ્રો
જૂનાગઢ, ઉત્તરાયણની ઉમંગભેર ઉજવણી કરવામાં આવે છે, તો જૂનાગઢવાસીઓ પણ હરખભેર ઉત્તરાયણના પર્વની ઉજવણી કરે છે. પરંતુ આ દિવસ પક્ષીઓ માટે કાળનો દિવસ પણ બની જતો હોય છે. ચાઈનીઝ દોરી અને પાકા દોરાને લીધે અનેક પક્ષીઓના ગળા કપાય છે, અને તેના લીધે પક્ષીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે .
ત્યારે આ પ્રકારની ઘટનામાં તુરંત જ પક્ષીઓને સારવાર મળી રહે તે માટે જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે અને તમામ પ્રકારની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે સરકારે પણ કમર કસી છે. જૂનાગઢમાં ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વન વિભાગના સહયોગથી પ્લાસવા પાસે આવેલ વન વિભાગના ઘાસ ડેપો ખાતે પક્ષીઓની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે .
જૂનાગઢ જિલ્લાના ૩ ડિવિઝનમાં કુલ નવ જેટલા કલેક્શન સેન્ટર અને ૧૮ જેટલા સારવાર કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ સાથે વધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય, તેવા પક્ષીઓને સારવાર આપવા માટે કરુણા શિબિરમાં દસ દિવસ રાખવામાં આવશે, જ્યાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ આ પક્ષીઓને સાજા કરવા માટે જહેમત ઉઠાવશે.
પક્ષીઓના કરુણા અભિયાનમાં આગળ આવવા માટે અને પક્ષીઓને જીવ બચાવવા માટે અનેક સ્વૈÂચ્છક સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે. જેમાં પતંગની દોરીથી જે પક્ષીઓને ઇજા થાય છે અથવા કે પક્ષીઓ ઘાયલ થાય છે, તેનો જીવ બચાવવા માટે તાત્કાલિક જે તે સ્થળે પહોંચી શકાય તે માટે અલગ અલગ ૧૮ જેટલા સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
જો તમે પણ આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ ઘાયલ પક્ષીઓને જુઓ છો, તો તમે પણ તાત્કાલિક સરકાર દ્વારા જાહેર કરેલા આ નંબર પર સંપર્ક કરી શકો છો, જેમાં તમે ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી આ નંબર ૧૯૬૨ અને વાઇલ્ડ લાઇફ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ પર સંપર્ક કરી શકો છો.SS1MS