૧૯૭૦ પછી જૂન અને ઓગસ્ટ વચ્ચે ભારતમાં હવામાન સૌથી ગરમ રહ્યુંઃઅહેવાલ
નવી દિલ્હી, ભારતમાં આ વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહ્યું હતું. એક રિપોર્ટ અનુસાર જૂન અને ઓગસ્ટ વચ્ચેના ક્વાર્ટરમાં ૧૯૭૦ પછી સૌથી વધુ ગરમી પડી હતી. આ સમયગાળા દરમિયાન, દેશની પ્રજાએ ઓછામાં ઓછા સાત દિવસ સુધી કારમી સામનો કરવો પડ્યો હતો. આ રિપોર્ટ અમેરિકા સ્થિત ક્લાઈમેટ સેન્ટ્રલના ક્લાઈમેટ સાયન્ટિસ્ટ્સે તૈયાર કર્યાે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાતાવરણમાં ફેરફારને કારણે આ ત્રણ મહિનાના ૨૯ દિવસોમાં તાપમાન સામાન્ય કરતા ત્રણ ગણું વધારે રહ્યું હતું. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે જૂનથી ઓગસ્ટ ૨૦૨૪ ૧૯૭૦ પછીનું બીજું સૌથી ગરમ ક્વાર્ટર હતું. આ સમયગાળા દરમિયાન, દક્ષિણ એશિયામાં મોટાભાગના ભારતીય લોકોએ હવામાન પરિવર્તનને કારણે ઊંચા તાપમાનનો સામનો કરવો પડ્યો હતો.
રિપોર્ટ અનુસાર, ભારતમાં બે કરોડથી વધુ લોકોને ઓછામાં ઓછા ૬૦ દિવસ સુધી આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો. વૈશ્વિક સ્તરે, બે અબજ લોકોએ ૩૦ દિવસ કે તેથી વધુ સમય સુધી ખતરનાક ગરમીનો સામનો કર્યાે હતો. જળવાયુ પરિવર્તનની અસરને કારણે ભારતના વિવિધ શહેરોમાં તાપમાન ખૂબ જ ઉંચુ રહ્યું હતું.
આમાં તિરુવનંતપુરમ, વસઈ-વિરાર, કાવારત્તી, થાણે, મુંબઈ અને પોર્ટ બ્લેર જેવા શહેરો ગરમીથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. ક્લાઈમેટ ચેન્જના કારણે આ શહેરોમાં લોકોને ૭૦ દિવસથી વધુ સમય સુધી તીવ્ર ગરમીનો સામનો કરવો પડ્યો હતો, જે સામાન્ય કરતા ત્રણ ગણો વધારે છે. આ સમયગાળા દરમિયાન સરેરાશ તાપમાન ૩૯ ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું.
ઊંચા તાપમાનને કારણે વિશ્વભરના અબજો લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. ક્લાઈમેટ એન્ડ સસ્ટેનેબિલિટી ઈનિશિએટિવના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વૈભવ પ્રતાપ સિંહ કહે છે કે ક્લાઈમેટ ચેન્જની અસર હવે લોકોના સ્વાસ્થ્ય અને તેમના બિઝનેસ પર સ્પષ્ટપણે વર્તાઈ રહી છે. જેના કારણે દર વર્ષે પૂર, દુષ્કાળ અને ગરમીના મોજાની ઘટનાઓ વધી છે. જેની અસર જનજીવન પર પડી રહી છે.
દેશમાં જૂન મહિનામાં ૧૮૧ હીટવેવ દિવસો નોંધાયા હતા, જે ૨૦૧૦ પછી સૌથી વધુ છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું.SS1MS