માત્ર બેસો અને પત્ની શું કહી રહી છે તે સાંભળોઃ અક્ષય કુમાર
મુંબઈ, કરણ જાેહરનો ચેટ શો કોફી વિથ કરણ ૭ હાલ ચર્ચામાં છે. ગુરુવારે (૨૧ જુલાઈ) પ્રસારિત થયેલા એપિસોડમાં ‘મિ. ખિલાડી’ અક્ષય કુમાર અને સાઉથ સ્ટાર સમંતા રુથ પ્રભુ મહેમાન બન્યા હતા. આ દરમિયાન બંનેએ ઘણી મસ્તી-મજાક કરી હતી અને ફેન્સને હસાવ્યા હતા.
કરણ જાેહરે તેનો ચેટ શો શરૂ કર્યો ત્યારથી તેમાં થતો રેપિડ ફાયર રાઉન્ડ હંમેશા હાઈલાઈટમાં રહ્યો છે. અક્ષય કુમાર અને સમંતાને પણ આ રાઉન્ડ રમાડવામાં આવ્યો હતો. અક્કી અને ટિ્વન્કલ ખન્નાના લગ્નજીવનને ૨૧ વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને બંનેનું લગ્નજીવન સુખી તેમજ સમૃદ્ધ છે.
ત્યારે રેપિડ ફાયર રાઉન્ડમાં એક્ટરને હાલમાં જ લગ્નના તાંતણે બંધાયેલા આલિયા ભટ્ટ-રણબીર કપૂર અને કેટરીના કૈફ-વિકી કૌશલને તે શું સલાહ આપશે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. કરણ જાેહરે સૌથી પહેલા રણબીર કપૂરને શું સલાહ આપવા માગશે તેમ પૂછ્યું હતું. જેના પર અક્ષય કુમારે કહ્યું હતું ‘હેપ્પી વાઈફ હેપ્પી લાઈફ’. તેણે આલિયાના વખાણ કરતાં તેને ‘છોટા પેકેટ બડા ધમાકા’ કહ્યું હતું.
જ્યારે કેટરીના કૈફને સલાહ આપવાનું કહ્યું ત્યારે તેણે વિચારવા માટે થોડો વિરામ લીધો હતો અને કહ્યું હતું ‘હું તેને સારી રીતે જાણું છું. કેટરીના તેના કાન ન ખાતી, માત્ર થોડો કોતરજે’, જ્યારે વિકી કૌશલનું નામ લીધું ત્યારે તેણે જવાબ આપ્યો હતો ‘તેના માટે ઘરે જિમ બનાવ અને તે તને ઘરે વધારે જાેવા મળશે’.
ઉલ્લેખનીય છે કે, અક્ષય અને કેટરીના ખૂબ જ સારા મિત્રો છે અને તેઓ અત્યારસુધીમાં આશરે નવ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. કોફી વિથ કરણ ૭’ દરમિયાન અક્ષય કુમારે તેની પત્ની ટિ્વન્કલ ખન્ના વિશે પણ વાત કરી હતી. તેણે પોતાનું ઉદાહરણ અને ટિ્વન્કલ સાથે પોતાના વર્તનનું ઉદાહરણ આપતાં તમામ પતિઓને સામાન્ય સલાહ આપી હતી. તેણે કહ્યું હતું ‘માત્ર બેસો અને સાંભળો. જ્યારે તે વાત કરી રહી હોય ત્યારે સાંભળો.SS1MS