Western Times News

Gujarati News

અડધો કલાક બેઠા પછી માત્ર ત્રણ મીનીટ ચાલો જૂઓ ચમત્કારીક ફાયદો

બ્લડ સુગર લેવલમાં જાેવા મળશે ચમત્કારીક ફાયદોઃ સંશોધન

(એજન્સી)નવીદિલ્હી, સંશોધન અનુસાર અડધો કલાક બેસી રહયા પછી માત્ર ત્રણ મીનીટ ચાલવાથી બ્લડશુગરના લેવલમાં સુધારો થઈ શકે છે. આનો અર્થ એ થયો કે ટાઈપ ૧ ડાયાબીટીસ ધરાવતા લોકો તેમના બ્લડ સુગર લેવલને વધુ સારી રીતે મેનેજ કરી શકે છે. અઅને તે ઉપરાંત હાર્ટએટેક અને સ્ટ્રોક જેવી સ્થિતી સાથે સંકળાયેલા ગુંચવણોના જાેખમને પણ ઘટાડી શકે છે. એવું યુનિવસીટી ઓફ સુંદર લેન્ડના વૈજ્ઞાનીકોનું કહેવું છે. Just three minutes after sitting for half an hour, let’s see the miraculous benefits

ડાયાબીટીસ યુકે પ્રોફેશનલે કોન્ફરન્સ ર૦ર૩માં રજુ કરવામાં આવેલ આ તારણોનો પીઆર સમીક્ષા કરવાની બાકી હતી અઅને આ સંશોધનમાં ૩ર લોકોએ ભાગ લીધો હતો જેમનું બે અઠવાડીયગાના સમયગાળામાં મુલ્યાંકન કરાયું હતું.

યુકેમાં લગભગ ૪ લાખ લોકો ટાઈપ ૧ ડાયાબીટીસ સાથે જીવી રહયા છે. જયારે શરીરની રોગ પ્રતીકારક શકિત સ્વાદુપિડના ઈન્સ્યુલીન ઉત્પન્ન કરતા કોષો પરહુમલો કરે છે. ત્યારે લોહીમાં શર્કરાનું લેવર વધી જાય છે. જેના કારણે આ સ્થિતી ઉભી થાય છે. આ અભ્યાસમાં ભાગ લેનારા લોકોએ સાત-સાત કલાકના બે સત્રો પુર્ણ કર્યા હતા.

એકમાં તેઓ સંપૂર્ણપણે બેઠા રહયા હતા. જયારે બીજા સત્ર દરમ્યાન તેઓ દર ત્રીસ મીનીટે ત્રણ મીનીટ ચાલતા હતા. ભાગ લેનારાઓને અભ્યાસ દરમ્યાન નાસ્તો અને બપોરનું ભોજન સમાન પ્રમાણમાં આપવામાં આવ્યું હતું. પરીણામો દર્શાવે છે. કે નિયમીત ચાલવાનો બ્રેક લેવાથી ૪૮ કલાકમાં લોહીમાં સુગરનું લેવલ સતત બેસી રહેવાની સરખામણીમાં નીચું આવ્યું હતું.

નિયમીત વોકીગ બ્રેક લેનારનું શુગર લેવલ ૬.૯ એમએમએલએ હતું આ અભ્યાસ માટે ફંડ પુરું પાડનાર યુકેના ડાયાબીટીસ રીસર્ચ ડાયરેકટર ડઢો.એલીઝાબેથ રોબર્ટ સને કહયું કે બેસવાના ટાઈપમાં બ્રેક લઈને હળવી પ્રવૃત્તિથી ટાઈપ-૧ ડાયાબીટીસની દર્દીઓ મફતમાં પોતાનું બ્લડશુગર લેવલ મેનેજ કરી શકે છે. અને ભવીષ્યમાં આવનારા ફાયદા સમજવા માટે અમે વધુ રીસર્ચ કરવા વિચારી રહયા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.