Western Times News

Gujarati News

ભારતમાં લોકો સૌથી વધુ શું સર્ચ કરે છે? જસ્ટ ડાયલે ‘હાઉ ઈન્ડિયા સર્ચ ઇન 2024’ રજૂ કર્યો

જસ્ટ ડાયલે 2024માં ગ્રાહકોની વર્તૂણક આધારિત મુખ્ય વલણો રજૂ કર્યા

 અમદાવાદ, ભારતની નંબર વન લોકલ સર્ચ એન્જિન જસ્ટ ડાયલે વિવિધ ક્ષેત્રમાં ભારતીયોની સર્ચ આદતોને આવરી લેતો તેનો વ્યાપક સર્વે રિપોર્ટ ‘હાઉ ઈન્ડિયા સર્ચ ઇન 2024’ રજૂ કર્યો છે. આ વર્ષના રિપોર્ટમાં હેલ્થકેરફિટનેસટ્રાવેલફૂડ અને એજ્યુકેશન જેવી વિવિધ કેટેગરીમાં જોવા મળેલા ટ્રેન્ડનો ડેટા જાહેર કર્યો છેજે આરોગ્યસગવડ અને અનુભવો પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરતાં રાષ્ટ્રને પ્રતિબિંબિત કરે છે. Justdial unveils key trends driving consumer behavior in 2024

 ટીઅર 1 અને ટીઅર 2 શહેરો વચ્ચે સર્ચ ટ્રેન્ડમાં તફાવત જોવા મળ્યો છે. ટીઅર-2 શેહેરોમાં ટીઅર-1 કરતાં વધુ 112 ટકા સર્ચ પરિણામો નોંધાયા છે. જે નાના શહેરોમાં ડિજિટલ ફૂટપ્રિન્ટમાં વધારો સૂચવે છે. આ એનાલિસિસ પરથી જાણવા મળ્યું છે કેશહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં હેલ્થકેરવેલનેસશિક્ષણ અને લેઝર જેવી ગતિવિધિઓ પ્રત્યે ફોકસ વધુ જોવા મળ્યું છે. તેઓ આ સેગમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યા છે.

 હેલ્થકેર અને મેડિકલ સર્વિસિઝ કેટેગરીમાં થતુ સર્ચ વાર્ષિક ધોરણે 24 ટકા નોંધાયું છે. જે સૌથી વધુ સર્ચ થતુ સેક્ટર બન્યું છે. હેલ્થકેર પ્રોફેશનલ્સમાં, ગાયનેકોલોજિસ્ટ્સ અને ઑબ્સ્ટેટ્રિશિયન્સમાં નોંધપાત્ર 22% વધારો જોવા મળ્યોજે માતા અને સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર વધતી નોંધને પ્રતિબિંબિત કરે છે. સાથોસાથઈએનટી નિષ્ણાતો (21% સુધી) અને ડેન્ટિસ્ટ (19% સુધી) માટે પણ નોંધનીય સર્ચ જોવા મળ્યું હતું. જે વિશેષ મેડિકલ કેર પર વધતુ ફોકસ પણ દર્શાવે છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં હેલ્થકેર ઉકેલોને પ્રાધાન્ય અપાતાં હોસ્પિટલો અને ડાયગ્નોસ્ટિક સેન્ટર્સની માંગમાં પણ વધારો જોવા મળ્યો હતો.

 વેલનેસ એન્ડ પર્સનલ કેર સેક્ટરમાં નોંધાયેલો 7 ટકા ગ્રોથ ભારતીયોની સ્વ-સંભાળ અને કાયાકલ્પ પ્રત્યેની સભાનતા દર્શાવે છે. રિલેક્સેશન થેરેપી સર્વિસબ્યુટી સ્પાબ્યુટી પાર્લરસલુન્સ અને સ્કિનકેર ક્લિનિક્સના સર્ચ ખાસ કરીને દિલ્હીમુંબઈહૈદરાબાદબેંગ્લોર અને ચેન્નાઈમાં સૌથી વધુ થયા છે. સ્કિનકેર સર્ચ ઓપરેશમાં 15% વૃદ્ધિ સાથે મુખ્ય ફોકસ ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છેજે સંભાળ અને સુખાકારી તરફના પરિવર્તનને દર્શાવે છે.

 શાળાઓકોલેજો અને પુસ્તકાલયો માટે સૌથી વધુ સર્ચ વોલ્યુમ સાથેસમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ એક કેન્દ્રબિંદુ રહ્યું હતું. આ પાયાના અને ઉચ્ચ શિક્ષણ પર ભારતના સતત ભારને પ્રતિબિંબિત કરે છે. જો કેવલણો પરંપરાગત એકેડેમિકથી બહાર સ્કીલ ડેવલપમેન્ટ અને શોખને જીવંત બન્યા છે.

 ડાન્સક્રિકેટમ્યુઝિક અને ટેલરિંગ ક્લાસ જેવી પ્રવૃત્તિઓની શોધ સર્ચ એન્જિન પર નોંધનીય રહી હતી. જે સર્વગ્રાહી વિકાસ તરફ રાષ્ટ્રના વધતા ફોકસને પ્રકાશિત કરે છે. આ રૂચિઓ ચોક્કસ ભૌગોલિક વિસ્તારો સુધી મર્યાદિત ન હતીકારણ કે તે ટીઅર 1 અને ટીઅર 2 બંને શહેરોમાં ટોચની 200 શોધમાં અગ્રેસર રહ્યા છે.

 ભારતના શહેરી હાઉસિંગની શોધમાં વૃદ્ધિ સાથે રિયલ એસ્ટેટ એજન્ટ્સ (વાર્ષિક 10% વૃદ્ધિ) અને ટ્રાન્સપોર્ટર્સ માટે ટ્રાવેલ સોલ્યુશન્સનું મહત્વ દર્શાવતા સર્ચ એન્જિનમાં શોધ વધુ રહી છે. જેમ જેમ વધુને વધુ વ્યક્તિઓ કામ અને શિક્ષણ માટે શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છેતેમ પેઇંગ ગેસ્ટ સુવિધાઓ (12% YoY વૃદ્ધિ) જેવી સેવાઓની માગ વધી છે.

 ટીઅર શહેરોમાં ફ્લેક્સિબલ હાઉસિંગ સોલ્યુશન્સની શોધમાં 18% વાર્ષિક વૃદ્ધિ જોવા મળીજ્યારે ટીઅર શહેરોમાં 9% વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે. જો કેટીઅર શહેરોમાં 40% અને ટીઅર શહેરોમાં 33% ઘટાડા સાથેહોસ્ટેલ માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છેકારણ કે ગ્રાહકો વધુને વધુ સુવિધાથી સમૃદ્ધ પીજી અને ફ્લેટ પસંદ કરી રહ્યા છે જે આધુનિક જીવન જરૂરિયાતોને પૂરી કરે છે.

 પ્રવાસ અને લેઝરનું પુનરુત્થાન એ 2024નું બીજું નિર્ણાયક વલણ હતુંજેમાં પ્રવાસી આકર્ષણોહોટલટ્રાવેલ એજન્ટ્સ અને ટેક્સી સેવાઓની શોધમાં વાર્ષિક ધોરણે 27% વાર્ષિક વૃદ્ધિ જોવા મળી હતી. ટ્રાવેલ-સંબંધિત શોધમાં 30% વાર્ષિક વધારો દર્શાવે છેટીઅર 1 શહેરો કરતાં ટીઅર 2માં શહેરોમાં આકર્ષક વૃદ્ધિ જોવા મળી છે. ટીઅર-1 શહેરોમાં 19% વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ હતી. આ વલણ સૂચવે છે કેઆજીવિકાની તકો માટે શહેરી સ્થળાંતર ચાલુ છે, ઘણા પ્રવાસીઓ ભારતભરમાં ઓછા શહેરીકૃતગ્રામીણ સ્થળોની શોધ કરવાનું પસંદ કરી રહ્યા છે. નોંધનીય રીતેપ્રવાસ-સંબંધિત સર્ચમાં યોગદાન આપનારા ટોચના શહેરોમાં મુંબઈદિલ્હીબેંગ્લોરપુણે અને હૈદરાબાદ સમાવિષ્ટ છે.

 રેસ્ટોરન્ટ્સટિફિન સેવાઓકેટરર્સકેક શોપ્સ અને કોફી શોપ/કાફે જેવી શ્રેણીઓ સૌથી વધુ સર્ચ કરાયેલા શબ્દોમાં સતત રેન્કિંગ સાથે ભોજન અને ડાઈનિંગ અનુભવ માટે અભિન્ન રહ્યા છે. તેમાં બિરયાની સૌથી વધુ સર્ચ થતી વાનગી રહી છે. મંડી અને કોરિયન જેવા વૈશ્વિક ભોજન થાળ પણ ચર્ચામાં રહ્યા છે. જેના સર્ચમાં અનુક્રમે 18% અને 15% વૃદ્ધિ નોંધાઈ છે. વિવિધ ડાઈનિંગ અનુભવો માટે સૌથી વધુ સર્ચિંગ  મુંબઈદિલ્હીબેંગ્લોરહૈદરાબાદ અને પૂણેમાં જોવા મળ્યું છે, આ શહેરો ફૂડ-સંબંધિત શોધમાં અગ્રણી રહ્યા છે.

 મનોરંજન અને લેઝર મોરચેવોટર પાર્કની મુલાકાત લેવા અને મનોરંજન પાર્કનો આનંદ માણવા જેવી પ્રવૃત્તિઓ સતત લોકપ્રિય રહી છેજે આઉટડોર અને સામાજિક અનુભવો પર ભારતના નવેસરથી ધ્યાનને પ્રતિબિંબિત કરે છે. આ કેટેગરીઓમાં 36%ની મજબૂત વૃદ્ધિ જોવા મળી છેજે મનોરંજક પ્રવૃત્તિઓમાં મજબૂત રસ દર્શાવે છે કારણ કે લોકો લોકડાઉન બાદ વધુ ખુલ્લી અને સામાજિક જીવનશૈલી અપનાવે છે. સિનેમા હોલની શોધમાં 15% વાર્ષિક ઘટાડો થયો છેલોકો હવે પરંપરાગત મૂવી આઉટિંગ્સ કરતાં વધુ ઇન્ટરેક્ટિવ અને ડાયનેમિક અનુભવો તરફ લેઝર પસંદગીઓ તરફ ડાયવર્ટ થયા છે.

 જસ્ટ ડાયલ જેવા ડિજિટલ પ્લેટફોર્મ ગ્રાહકોની જરૂરિયાતોના આધારે સંતુલિત પરિણામ આપવાનું જારી રાખે છે. આ રિપોર્ટ ભારતીયોના વલણો જ નહીં પરંતુ ભારતના સર્ચ બિહેવિયરને અનુરૂપ વાર્તાઓ પણ કહી રહ્યો છે. આરોગ્ય પ્રત્યે સભાનતા અને સ્વ-સંભાળની પ્રાથમિકતાઓથી માંડી મુસાફરીલેઝર અને તંદુરસ્તી માટેના પુનરુત્થાન સુધીના ઉત્સાહ દર્શાવે છે. આ સાથે 2024નું વર્ષ રાષ્ટ્ર માટે પરિવર્તનશીલસ્થિતિસ્થાપક અને ગ્રોથ આધારિત રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.