૩૭૦ની કલમ નાબૂદી અને નોટબંધી અંગેના નિર્ણયો માટે જાણીતા B R ગવઈ CJI તરીકે શપથ લેશે

ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ૧૪ મેએ CJI તરીકે શપથ લેશે
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે વક્ફ સંશોધન એક્ટ મામલે દાખલ કરાયેલી અરજીઓની સુનવાણી (૫ મે) ટાળી દીધી છે. હવે ૧૫ મેએ સુનાવણી હાથ ધરાશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું કે, આ મામલે વિસ્તારથી સુનાવણી કરવાની જરૂર છે.
Justice Bhushan Ramkrishna Gavai, known for landmark rulings on Article 370 and demonetisation, 52nd Chief Justice of India.
હવે આ મામલો નવા ચીફ જસ્ટિસ ભૂષણ રામાકૃષ્ણ સુનાવણી સમક્ષ જશે. આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સીજેઆઈ સંજીવ ખન્નાની નિવૃત્તિથી ભાવુક થઈ ગયા હતા. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના ૧૩ મેએ નિવૃત્ત થઈ રહ્યા છે અને ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ ૧૪ મેએ નવા સીજેઆઈ તરીકે શપથ લેશે.
કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને અરજદારો વતી કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા વરિષ્ઠ વકીલો હાજર રહ્યા હતા. તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે, આગામી સુનાવણી સુધી કેસમાં યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે.
૧૭મીએ સીજેઆઈ સંજીવ ખન્નાએ બંને પક્ષોને પૂછ્યું હતું કે, જો તેઓ બધા સંમત થાય, તો કેસને બુધવાર અથવા અન્ય કોઈપણ દિવસે સુનાવણી માટે જસ્ટિસ ગવઈની બેન્ચમાં મોકલવો જોઈએ, પરંતુ આ માટે તેમણે ૨-૩ દિવસનો સમય આપવો પડશે.
અનુચ્છેદ ૩૭૦ અને નોટબંધીના ઐતિહાસિક ચુકાદાઓ માટે જાણીતા જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ભારતના ૫૨મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
જસ્ટિસ ગવઈ ભારતના પ્રથમ દલિત સમુદાયના વ્યક્તિ છે જેઓ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. તેમનો કાર્યકાળ આગામી ૧૩ મહિના સુધી ચાલશે. તેઓ પોતાના અગાઉના ચુકાદાઓ, ખાસ કરીને અનુચ્છેદ ૩૭૦ની કલમ નાબૂદી અને નોટબંધી અંગેના ઐતિહાસિક નિર્ણયો માટે જાણીતા છે.