કોઈપણ સમાજ માટે ન્યાય વ્યવસ્થા સુધી પહોંચવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી જસ્ટિસ ડીલેવરી પણ છે – વડાપ્રધાન
સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય આ “વિચારસરણી” નું વચન આપણું બંધારણ પ્રત્યેક ભારતીયને આપે છે અને ન્યાય સુધી પહોંચવું એ સામાજિક ઉદ્ધારનું એક સાધન છે – ચીફ જસ્ટીસ એન.વી.રમના
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ઇન્સેન્ટ તસવીર ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એન.વી. રમનાની છે તેઓએ “અખિલ ભારતીય જિલ્લા કાયદાકીય સેવા સત્તા”ના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં બોલતા ચીફ જસ્ટિસ રમના એ મર્મ સ્પર્શી વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે (Justice delivery is as important as access to justice system for any society – Prime Minister)
“સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની આ વિચારસરણી નું વચન આપણા બંધારણના પ્રત્યેક ભારતીયને આપે છે પરંતુ આઝાદીના ૭૫ વર્ષ પછી પણ જાગૃતિ અને આવશ્યક સાધનોની અછતના કારણે મોટાભાગના લોકો ચૂપચાપ પીડા સહન કરતા રહેવા મજબૂર છે”!
ચીફ જસ્ટીસ શ્રી એ જિલ્લા ન્યાયતંત્રને દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશની ન્યાય વ્યવસ્થા માટે કરોડરજ્જુ સમાન ગણાવ્યું હતું તેમને લોક અદાલત, મધ્યસ્થતા કેન્દ્રો જેવા વૈકલ્પિક વિભાગ નિવારણ તંત્રને મજબૂત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો તેમને સામાજિક ઉદ્ધારને ન્યાય સુધી પહોંચવાનું તેમણે સાધન ગણાવ્યું જ હતું! ચીફ જસ્ટિસ શ્રી રમના એ રાષ્ટ્રીય કાયદાકીય સેવા ઓથોરિટી (નાલસા)
કાચા કામના કેદીઓને જરૂરી રાહત માટે બધા હિતધારકો સાથે સક્રિયતા સાથે સહાય કરે છે તેની સરાહના કરી હતી! જ્યારે ત્રીજી તસવીર ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે તેમણે ભારતીય જિલ્લા કાયદાકીય સેવા ઓથોરીટીના સત્ર નું ઉદ્ઘાટન કરતા તેમને પણ મહત્વપૂર્ણ રીતે કહ્યું હતું કે
લોકોને ન્યાય સરળતાથી અને ઝડપી મળવો જાેઈએ તેમણે કારોબારી વ્યવસાયિક સુગમતા જીવન જીવવામાં સરળતા જેટલું જ મહત્વપૂર્ણ છે ન્યાય સરળતાથી ના મળે તેમને ન્યાયાધીશોને અંડર ટ્રાયલ કેદીઓની સમીક્ષા સંબંધ જિલ્લા સમિતિઓના અધ્યક્ષના રૂપમાં કાચા કામના કેદીઓની મુક્તિમાં વધુ ઝડપ લાવવા પર અનુરોધ કર્યો હતો તેમણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ને આ પ્રયાસમાં વધુ વકીલો જાેડાય તેવો પણ અનુરોધ કર્યો હતો
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક મહત્વપૂર્ણ વિચાર મુકતા કહ્યું હતું કે “કોઈ પણ સમાજ માટે ન્યાય વ્યવસ્થા સુધી પહોંચવું જેટલું જરૂરી છે તેટલું જરૂરી જસ્ટીસ ડિલિવરી પણ છે” તેમણે દેશના ન્યાયતંત્રમાં માળખાકીય સુવિધા ને મજબૂત કરવા ઝડપથી કામ થવાનું પણ ઉલ્લેખ આ તબક્કે કર્યો હતો બંને વિદ્વાન મહાનુભાવોનો ઉદ્દેશ લોકોને ન્યાયાલય સુધી પહોંચતા કરવાનો અને ઝડપી ન્યાય આપવાનો રહ્યો છે
પરંતુ ન્યાયાધીશોની અછત ન્યાયાધીશોની ઝડપી નિયુક્તિ વગર આ અભિયાન શક્ય છે ખરું?! વર્ષો પછી આરોપીઓ જેલમાંથી છૂટે ત્યારે તેના “વ્યક્તિ સ્વાતંત્ર” નું શું? જીવન સ્વતંત્ર નું શું ? ભારતમાં જાે નિર્દોષ છુટેલા કેદીઓને સરકારે વળતર આપવું જાેઈએ તો જ પોલીસ ગુના ની પ્રથમ ઊંડી તપાસ કરશે અને પછી જ એફઆઇઆર નોધશે કારણ કે આજે પણ ખોટા કેસો થાય છે ત્યારે વકીલો એ પ્રથમ એફઆઈઆર ખોટી હોય તો
“હાઇકોર્ટ”માં કવોશિંગ પીટીસન ફાઇલ કરવી જાેઈએ! ચાર્જશીટ થઈ ગઈ હોય ને ખોટો કેસ હોય તો નીચલી અદાલતમાં “ડિસ્ચાર્જ અરજી” કરવી જાેઈએ! પરંતુ બિનજરૂરી આરોપીને ટ્રાયલ કેસ કરવી પડે એવું ના થવું જાેઈએ!! માટે સુપ્રીમકોર્ટના એન.વી રમના એ કહ્યું કે
“જાગૃતિ અને આવશ્યક સાધનોના અભાવે લોકો ચૂપચાપ પીડા સહન કરે છે એ ખૂબ જ અગત્યની વાત છે કોઈપણ નાગરિક કોર્ટમાં જશે તો ન્યાય મળશે ને? અને ન્યાય ઝડપી મળે તે માટે સરકારે વધુ કોર્ટો મંજૂર કરવી જાેઈએ વધુ ન્યાયાધીશ ની જગ્યા કરવી જાેઈએ! રાજધર્મ અદા થશે તો ન્યાય ધર્મનું ઉત્તરદાયિત્વ નિભાવી શકાશે ને ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
અમેરિકાના કનેક્ટીક રાજ્યના પ્રતિનિધિ સભાના અધ્યક્ષ જેમ્સ અમાને કહ્યું છે કે “કોઈપણ રકમ અન્યાયની કાળી સહીને ધોઈ શકતી નથી પરંતુ ૨૦ કરોડ રૂપિયાનું વળતર આપી આરોપીના ઘાવ પર મલમ લગાડવા પ્રયાસ કરી રહ્યા છે”!! જ્યારે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે “પરમેશ્વર આપણા પક્ષે છે કે નહીં તેની ચિંતા ના કરશો પણ “આપણે” પરમેશ્વરના પક્ષે છીએ કે નહીં તેનો વિચાર કરજાે”!!
અખિલ ભારતીય જિલ્લા કાયદાકીય સેવા સત્તા મંડળ આયોજિત કાર્યક્રમમાં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી. રમના એ આધુનિક ભારત નિર્માણ સમાજના અસાનતાઓ દૂર કરવાના લક્ષ્ય સાથે કરાયું હતું “લોકતંત્રનો અર્થ” બધાની ભાગીદારી માટે સ્થાન પૂરું પાડવાનું છે
જ્યારે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે “લોકોની સુવિધા માટે કોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગ ના માળખાનો વિસ્તાર કરાઈ રહ્યો છે પરંતુ તેમને કાચા કામના કેદીઓની મુક્તિમાં અનુરોધ કર્યો હતો”!!