જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ ભારતના ૫૦મા ચીફ જસ્ટિસ બન્યા
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠતમ ન્યાયાધીશ ધનંજય વાય ચંદ્રચૂડ બુધવારે (૯ ઓક્ટોબર) આજે મુખ્ય ન્યાયાધીશ ( ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા) પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવનમાં દેશના ૫૦મા સીજેઆઈ જસ્ટિસ ચંદ્રચૂડને પદના શપથ લેવડાવ્યા.
જસ્ટિસ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના પવિત્ર ગલિયારાથી સારી રીતે વાકેફ છે, જ્યાં તેમના પિતા લગભગ સાત વર્ષ અને ચાર મહિના સુધી મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા, જે સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં કોઈ સીજેઆઈનો સૌથી લાંબો કાર્યકાળ રહ્યો છે. તેઓ ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૮થી ૧૧ જૂલાઈ ૧૯૮૫ સુધી મુખ્ય ન્યાયાધીશ રહ્યા.
જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડનો જન્મ ૧૧ નવેમ્બર ૧૯૫૯એ થયો હતો. તેમના પિતા યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા અને તેમના માતા પ્રભા શાસ્ત્રીય સંગીતજ્ઞ છે. રાષ્ટ્રીય રાજધાનીના સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં બીએ ઑનર્સ કર્યું. ત્યાર બાદ કેમ્પસ લૉ સેન્ટર, દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી એલએલબી કર્યું. પછી અમેરિકાના હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી એલએલએમ અને ન્યાયિક વિજ્ઞાનમાં ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી.HS1MS