7 વર્ષે ન્યાય મળ્યોઃ 2018માં તિરંગા યાત્રા દરમિયાન થયેલા વિવાદમાં ચંદન ગુપ્તાની હત્યા થઈ હતી
ચંદન હત્યાકાંડમાં તમામ ૨૮ દોષિતોને આજીવન કેદની સજા
(એજન્સી)કાસગંજ, કાસગંજના ચંદન ગુપ્તા હત્યાકાંડમાં તમામ ૨૮ દોષિતોને આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. એનઆઈએ કોર્ટે ગઈકાલે આ હત્યાકાંડમાં ૨૮ આરોપીને દોષિત ઠેરવ્યા હતા. તેમજ બેને નિર્દોષ મુક્ત કર્યા હતા. ૬ વર્ષ, ૧૧ મહિના અને સાત દિવસની લાંબી રાહ બાદ ચંદનના પરિવારને ન્યાય મળ્યો હતો.
૨૬ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ કાસગંજમાં તિરંગા યાત્રા દરમિયાન થયેલા વિવાદમાં ચંદન ગુપ્તા ઉર્ફે અભિષેક ગુપ્તાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ઘટનાનો રિપોર્ટ પિતા સુશીલ ગુપ્તાએ ૨૬/૨૭ જાન્યુઆરીની રાત્રે ૧૨ઃ૧૭ વાગે કાસગંજ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. કાસગંજમાં ચંદન ગુપ્તા હત્યાકાંડ બાદ તણાવ ફેલાયો હતો. -Justice got after 7 years: Chandan Gupta was killed in a dispute during the Tiranga Yatra in 2018
ઠેરઠેર તોડફોડ અને આગચાંપીની ઘટના બની હતી. પથ્થરમારો પણ થયો હતો. ચંદનના પિતાએ ફરિયાદમાં ૨૦ આરોપીના નામ લખાવ્યા હતા. પરંતુ બાદમાં પોલીસ તપાસ બાદ વધુ ૧૦ આરોપીના નામ ઉમેરવામાં આવ્યા હતા. આમ કુલ ૩૦ આરોપીમાંથી ૨૮ને આજીવન જેલની સજા ફટકારાઈ છે. જ્યારે બે પર શંકા હોવાથી તેમને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
આસિફ કૂરેશી ઉર્ફે હિટલર, અસલમ કુરેશી, અસીમ કુરેશી, શબાબ, સાકિબ, મનાજિગ રફી, આમિર રફી, સલીમ, વસીમ, નસીમ, બબલૂ, અકરમ, તૌકીફ, મોહસિન, રાહત, સલમાન, આસિફ, આસિફ જિમવાલા, નિશુ, વાસિફ, ઈમરાન, શમશાદ, જફર, શાકિર, ખાલિદ, પરવેજ, ફૈઝાન, ઈમરાન, શાકિર, ઝાહિદ ઉર્ફ જગ્ગા. આરોપી નસરૂદ્દીન અને અસીમ કુરેશીને પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા છે.